દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. અનેક લોકોનું કરાયું સ્થાળાંતર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 10:52:17

દેશભરમાં વરસાદી માહોલ જામ્યા છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે વસતા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં પણ મેઘરાજા વરસી શકે છે. ભારે વરસાદને કારણે તેલંગાણા, કેરળમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 

નદી કિનારે વસતા લોકોનું કરાયું સ્થાળાંતર

ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે. નદીઓની જળસપાટી ભયજનક સ્થિતિએ પહોંચતા અનેક ગામડાને ખાલી કરવામાં આવી રહ્યા છે.  સ્થાનિક લોકોને બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. તેલંગાણા, કેરળ સહિત અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાનહાની ન થાય તે માટે લોકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે.

Indian Army Carries Out Relief and Rescue Operations in Flood-Hit Areas of  Madhya Pradesh; Evacuates Over 700 People | The Weather Channel

વરસાદે  સર્જી તારાજી  

વાવાઝોડાને કારણે અનેક મકાનોને પણ ભારે નુકાન થયું છે. ભારે પવન ફૂંકાતા અનેક ઝાડ ધરાશાઈ થયા છે. કેરળમાં પણ ચક્રવાતે ભારે નુકસાન કર્યુ છે. વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. વીજળી પડવાની ઘટનાને કારણે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી કનેક્શન ખોરવાઈ ગયા છે. લોકોના જીવ બચાવવાનો તંત્ર પણ પ્રયાસ કરી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે