પાછોતરા વરસાદને કારણે કપાસના પાકને થયું વ્યાપક નુકસાન, કૃષિમંત્રીએ કહ્યું અરરર... આ કુદરતી છે!


  • Published By :
  • Published Date : 2023-10-20 12:43:54

ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેતીને કારણે ભારતનું અર્થતંત્ર ચાલે છે. ચોમાસાની અસર ખેતી પર પડતી હોય છે. સરખા પ્રમાણમાં જો વરસાદ આવે છે તો જ એ વરસાદ ખેડૂતોને લાભ કરાવે છે, તેમની ચિંતા દુર કરે છે. પરંતુ જો વરસાદ ન આવે તો અને જો વરસાદ વધારે આવે તો તે વખતે ખેડૂતોને રડવાનો વારો આવે છે. આ વખતનું ચોમાસું એકદમ અનિયમિત હતું. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતો પરેશાન હતા અને પછી જે વરસાદ આવ્યો તે વરસાદ પૂર લઈને આવ્યો. વરસાદ તો આવ્યો પરંતુ ખેડૂતોની  ચિંતા વઘારતો ગયો. પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે જ્યારે સમાચાર અમે બતાવતા હતા ત્યારે ત્યારે લોકો કહેતા હતા કે બહુ ખોટું થયું છે. ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

અમુક વસ્તુ કુદરતના હાથમાં હોય છે - કૃષિમંત્રી 

સામાન્ય માણસ તરફથી આવી પ્રતિક્રિયા આવે તે સામાન્ય છે. પરંતુ જ્યારે આવી પ્રતિક્રિયા કોઈ નેતાની આવે તો? ખેડૂતોને જ્યારે નુકસાન થયું હોય ત્યારે જ સરકાર તરફ મદદની નજરથી જગતનો તાત જોવે છે. સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવશે તેવી આશા ખેડૂતોને હોય છે પરંતુ જ્યારે સરકાર જ હાથ ઉંચા કરી દે ત્યારે? સરકાર તરફથી પણ કહી દેવામાં આવે કે આ તો કુદરતી ઘટના છે, સરકાર આમાં કઈ કરી ના શકે ત્યારે ખેડૂતો પોતાની સમસ્યા લઈને કોની પાસે જાય? રાજ્યમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં કપાસને મોટા પાયે નુકસાન થયું હતું. ખેડૂતોને આશા હતી કે મૃદ્દુ તરીકે ગણાતી સરકાર તેમને નુકસાનીનું સહાય આપશે. સહાયની રાહ જોઈને ખેડૂતો બેઠા હતા પરંતુ ખેડૂતોને ફરી એક વખત નિરાશા હાથ લાગી જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે ઓછા વરસાદથી કપાસના પાકને નુકસાન થયું હોવાનો હું સ્વીકાર કરૂ છું. અમુક વસ્તુઓ તો કુદરતના હાથમાં છે, નથી મારા હાથમાં કે નથી સરકારના. 


જો સરકાર જ મોઢું ફેરવી લેશે તો?

જો સત્તાધીશો, સરકારના મંત્રીઓ જ જગતના તાત સામે નહીં જોવે તો ખેડૂત કોની પાસે જશે પોતાની ફરિયાદને લઈ? ખેડૂતોને આશ્વાસન નહીં પરંતુ આર્થિક સહાયની જરૂર છે. કુદરત જ્યારે રૂઠતી હોય છે ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખતા હોય છે સહાયની. પરંતુ સરકાર દ્વારા પણ કહીં દેવામાં આવે કે આ ઘટના કુદરતી છે તો ખેડૂત જાય તો જાય ક્યાં? સરકારને માઈબાપ ગણવામાં આવે છે. પરંતુ જ્યારે સરકાર જ ખેડૂતોથી મોઢું ફેરવી લે તો?



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.