વતન જવા માટે Surat Railway Stationમાં મુસાફરોનો ભારે ઘસારો, ધક્કામૂકીને કારણે એક વ્યક્તિનું મોત જ્યારે અનેક લોકો બેભાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-11 14:30:06

દિવાળીના સમયે વતન જવા માટે લોકોની પડાપડી રેલવે સ્ટેશન પર, બસ સ્ટેશનો પર જોવા મળી રહી છે. પરિવાર સાથે તહેવારની ઉજવણી થાય તેવી આશા દરેક માણસને હોય છે. જ્યારે તહેવાર પોતાના પરિવાર સાથે મનાવવામાં આવે છે ત્યારે તે ઉત્સવની ઉજવણી ડબલ થઈ જતી હોય છે. દિવાળીના સમયે વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. સ્ટેશનોથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ડરાવી દે તેવા છે. સુરત રેલવે સ્ટેશન પર હજારો લોકો ઉમટી પડતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધક્કામૂકીમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે.

   

 સુરત: દિવાળીની તહેવારોની રજાઓમાં સુરત રેલ્વે સ્ટેશન પર આજ સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. રેલ્વે સ્ટેશન પર આજે હજારો લોકો ઉમટી પડતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મોત થયાનું પણ સામે આવ્યુ છે. આ ઉપરાંત ત્રણ લોકો બેભાન થયા છે. જેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રેલવે સ્ટેશનમાં ધક્કામૂકી થવાને કારણે સર્જાઈ દુર્ઘટના 

રોજી-રોટી માટે ગામડાઓમાંથી લોકો શહેરોમાં આવતા હોય છે. પરંતુ તહેવાર દરમિયાન પોતાના વતનમાં તેઓ ફરતા હોય છે. દિવાળીના સમય દરમિયાન સ્ટેશનો પર મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે. એસટી સ્ટેશન પર, રેલવે સ્ટેશન પર મુસાફરો હજારોની સંખ્યામાં ઉમટતા હોય છે. ધક્કામૂકીના દ્રશ્યો સર્જાતા હોય છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. ત્યારે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિનું મોત ધક્કામૂકીને કારણે થયું છે. સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. સુરત રેલવે સ્ટેશનથી સમાચાર સામે આવ્યા છે જેમાં ચારથી પાંચ લોકો બેભાન થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. બેભાન થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

 નોંધનીય છે કે, સુરતમાં પરપ્રાંતિય લોકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય છે. આ લોકો દિવાળીની રજાઓમાં પોતાના વતન જતા હોય છે. જોકે, ગઇકાલે શુક્રવારે પણ તાપી-ગંગા સાહિતની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ટ્રેનમાં બેસવા માટે કલાકોથી લોકો લાઈનમાં ઉભા હતા. ટ્રેનની 1700 લોકોની કેપેસિટીની સામે 5 હજારથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યુ હતુ.

4 passengers fainted at Surat railway station due to heavy rush of passengers સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીનો ભારે ધસારો, 4થી વધુ લોકો થયા બેભાન, 1ની હાલત ગંભીર

ધક્કામૂકીને કારણે એક વ્યક્તિનું થયું મોત 

સુરત સહિતના મોટા શહેરોમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. કમાવવા માટે પોતાનું વતન છોડી મોટા શહેરો તરફ આવતા હોય છે. પરંતુ જ્યારે તહેવાર આવે છે ત્યારે પોતાના વતન તરફ જતા હોય છે. તહેવારો દરમિયાન રેલવે, બસ સ્ટેશનમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. કલાકોનું વેટિંગ રહેતું હોય છે. ભારે ભીડ ઉમટતી હોય છે જેને કારણે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય છે અને દુર્ઘટના બનતી હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવતા ટ્રેનોમાં તેમજ બસોમાં ભારે ઘસારો જોવા મળે છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. ચારથી પાંચ લોકો બેભાન થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. સારવાર અર્થે બેભાન થયેલા લોકોને ખસેડવામાં આવ્યા છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી