સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી, જાણો આજે કયા જિલ્લામાં જોવા મળશે મેઘમહેર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-19 09:33:45

રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. 19 તારીખ એટલે કે આજે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ જગ્યાઓ પર જાહેર કરવામાં આવ્યું એલર્ટ  

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ ચાર દિવસ સુધી ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી જે જિલ્લાઓ માટે કરવામાં આવી છે ત્યાં ઓરેન્જ એલર્ટ તેમજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. ત્યારે હવામાન વિભાગે પણ ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, ભરૂચ,જૂનગાઢ, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલરેટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય રેડ એલર્ટ અમરેલી, ભાવનગર,અમરેલી તેમજ વલસાડમાં જાહેર કરવામાં આવ્યું છે.  આગામી 24 કલાક માટે આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા,  ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે મેઘમહેર જોવા મળી શકે છે. 


અનેક જગ્યાઓ પર મન મૂકીને વરસ્યો વરસાદ 

અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે ધબધબાટી બોલાવી છે. મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના 34 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ થયો છે. સુત્રાપાડામાં તો મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. ધોરાજીમાં પણ જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ઈંચ વરસાદ વરસવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ધોરાજીમાં 11 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના કોડીનારમાં 7.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપલેટામાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આગાહી પ્રમાણે વડોદરામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભારે વરસાદ થવાને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સુરત ખાતે પણ વરસાદી મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 22 ઈંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સુત્રાપાડા, વેરાવળ, તલાલા, ધોરાજી, કોડિનાર સહિતના ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..