રાંચીમાં પ્રગટ થયા હેમંત સોરેન, ધારાસભ્યો અને નેતાઓ સાથે કરી મુલાકાત, ગવર્નરે લગાવી ફટકાર


  • Published By :
  • Published Date : 2024-01-30 16:18:09

ઝારખંડના CM હેમંત સોરેન જમીન કૌંભાંડ મામલે છેલ્લા કેટલાક દિવસો સુધી ગાયબ રહ્યા બાદ આજે ફરી પ્રગટ થતા એજન્સીઓ એક્શનમાં આવી છે. ઈડીની પૂછપરછથી બચતા રહેતા હેમંત સોરેન અચાનક જ ઝારખંડના પાટનગર રાંચી સ્થિત આવાસમાં એન્ટ્રી કરતા સીસીટીવી ફુટજમાં જોવા મળ્યા છે. હેમંત સારેન રાંચીમાં પહોંચતા જ એક્શન મોડમાં આવી ગયા છે.  તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં તમામ ધારાસભ્યો અને સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી હતી, આ બેઠકમાં JMM, કોંગ્રેસ સહિતના ગઠબંધનના ધારાસભ્યો પણ સામેલ થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.


ગવર્નરે મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યા


હેમંત સોરેન પાટનગર રાંચીમાં પ્રવેશ્યા હોવાની જાણ થતાં જ ગવર્નર સીપી રાધાકૃષ્ણને કહ્યું કે અમે મુખ્યમંત્રીની પ્રતિક્રિયાની જોઈ રહ્યા છિએ. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. રાજ્યપાલે મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવાની આ અંગે જાણકારી માગી છે. ડીજીપી અજય કુમાર સિંહ,ગૃહ સચિવ અને મુખ્ય સચિવ પણ રાજભવન પહોંચ્યા છે. આ દરમિયાન રાંચીના SDMએ મુખ્યમંત્રી નિવાસસ્થાન, રાજભવન અને ઈડી ઓફિસના 100 મીટરના અંતરમાં સીઆરપીસીની કલમ 144 લગાવી દેવામાં આવી છે. જે આજ રાત્રે 10 વાગ્યા સુધી લાગું રહેશે.  


CM ગુમ થયાના પોસ્ટર લાગ્યા


મળતી જાણકારી મુજબ સોમવારે ઈડીએ હેમંત સોરેનના ઘર પર રેડ પાડી હતી. પરંતું હેમંત સોરેન ત્યાં હાજર નહોંતા. જોકે ઈડીએ તેમના ઘરમાં BMW કાર, અને લાખો રૂપિયાની કેસ જપ્ત કરી છે. મંગળવારે ભાજપે રાંચીમાં મુખ્યમંત્રી ગુમ થયા હોવાના પોસ્ટર લગાવી ઈનામની જાહેરાત કરી હતી.


ક્યારે હાજર થશે હેમંત સોરેન?


ઝારખંડ સીએમ સચિવાલયે ઈડીને મેઈલ કરીને જણાવ્યું કે સીએમ સોરેન 31 જાન્યુઆરીના રોજ ઈડીની સામે હાજર થશે, જો કે મેલમાં એ નથી જણાવ્યું કે હાલ તેઓ ક્યા છે? તે ઉપરાંત સોરેનની ચિઠ્ઠી પણ ઈડીને મોકલવામાં આવી છે, જેમાં ઈડીની કાર્યવાહીને બદઈરાદાપૂર્ણ બતાવવામાં આવી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે