Hero MotoCorpના પવન મુંજાલના નિવાસસ્થાન પર EDના દરોડા, કંપનીના શેર 3 ટકા તુટ્યા


  • Published By :
  • Published Date : 2023-08-01 16:45:40

હીરો મોટો કોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુંજાલના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર ઈડીએ દરોડા પાડ્યા હતા. મની લોન્ડ્રીગ નિવારણ કાયદાની (PMLA) જોગવાઈઓ હેઠળ  EDએ પવન મુંજાલના ગુરૂગ્રામ સ્થિત નિવાસસ્થાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કથિત રીતે મુંજાલના એક નજીકના વ્યક્તિ પર ડીઆરઆઈની ફરિયાદ મળ્યા બાદ આ તપાસ કરવામાં આવી રહી છે. પવન મુંજાલના વિશ્વાસુ વ્યક્તિ પર અઘોષિત વિદેશી ચલણ રાખવાનો આરોપ છે.    


કોણ છે પવન મુંજાલ?


પવનકાંત મુંજાલ એક ભારતીય ઉદ્યોગપતિ છે, અને મોટર સાયકલ અને સ્કૂટરની દુનિયામાં સૌથી મોટી કંપની હીરો મોટો કોર્પના સીઈઓ છે. મે 2022 સુધી તેમની પ્રોપર્ટી 3.4 બિલિયન ડોલર આંકવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગે ગત વર્ષે કરચોરીની તપાસ હેઠળ મુંજાલના નિવાસસ્થાન અને દેશની સૌથી મોટી ટુ વ્હિલર કંપની હીરો મોટો કોર્પની ઓફિસ પર દરોડા પાડ્યા હતા.


હીરો મોટો કોર્પનો શેર 3 ટકા તુટ્યો


પવન મુંજાલના ઘર પર  EDના દરોડા બાદ હીરો મોટો કોર્પના શેરનો મોટો ઝટકો લાગ્યો છે, શેરની કિંમત 3 ટકા ઘટીને 3,106.20 રૂપિયા પર આવી ગયો છે. હીરો મોટો કોર્પ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વાહનો વેચવાના મામલે વર્ષ 2001માં દુનિયાની સૌથી મોટી ટુ વ્હીલર કંપની બની હતી, અને સતત 20 વર્ષથી તે ટોપ પર છે. કંપની એશિયા, આફ્રિકા અને દક્ષિણ અને મધ્ય અમેરિકાના 40 દેશોમાં હાજરી ધરાવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે