રામ મંદિર આંદોલનની નાયિકાઓ સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી બની ભાવુક, જાણો તેમના યોગદાન અંગે


  • Published By :
  • Published Date : 2024-01-22 16:52:20

અયોધ્યાાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈ  આજે સમગ્ર દેશ રામમય બન્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોમાં રામ મંદિર આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવનારા લોકોનો પણ સમાવેશ થતો હતો. જેમાં બે સાધ્વીઓ સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી પણ ત્યાં પહોંચી હતી.બંને સાધ્વીઓનું વર્ષો જુનુ સપનુ સાકાર થતાં ભાવુક થઈ ગઈ હતી. બંનેની ભીની આંખો જોઈએ માહોલ ગમગીન બની ગયો હતો.


ઉમા ભારતી અને ઋતંભરાનું મોટું યોગદાન 


રામ મંદિર આંદોલનમાં ઉમા ભારતી અને ઋતુંભરાનું મોટું યોગદાન રહ્યું છે. 6 ડિસેમ્બર 1992ના રોજ જ્યારે અયોધ્યામાં લાખો કાર સેવકો પહોંચ્યા હતા તેમના પર ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાનો જબરદસ્ત પ્રભાવ હતો. ઉમા ભારતીએ તે સમયે કારસેવકોને કહ્યું કે કામ હજુ પૂરૂ થયું નથી. જ્યાં સુધી કામ પૂરૂ ન થાય પરિસર ના છોડો. આખો વિસ્તાર સમતળ કરવાનો છે. કાર સેવકોને ઉશ્કેરવામાં ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા અને આચાર્ય ધર્મેન્દ્રની ભૂમિકા ખાસ હતી. વર્ષ 1992ની કારસેવામાં ઉમા ભારતીએ બે નારા આપ્યા હતા, 'રામ નામ સત્ય હૈ, બાબરી મસ્જિદ ધ્વસ્ત હૈ', જ્યારે બીજો નારો હતો 'એક ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો' આ બંને નારા કારસેવકોના પ્રાણ વાયુ બની ગયા હતા.  


બંનેના ભાષણોએ માહોલ બનાવ્યો


રામ મંદિર આંદોલન વખતે ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાના ભાષણોએ માહોલ બનાવ્યો હતો. બંને નેતાઓના ભાષણોની ઓડિયો કેસેટ તે સમયે ખૂબ જ લોકપ્રિય બની હતી. વિશ્વ હિંદુ પરિષદ, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ અને ભાજપના કાર્યકરો ગુપ્ત રીતે આ કેસેટો લોકો સુધી પહોંચાડતા હતા. તેમના ભાષણોનો એવો પ્રભાવ હતો કે સાંભળીને લોકો ઉશ્કેરાઈ જતા હતા. તેમના ભાષણોએ જ લાખો હિંદુઓને ભગવાન રામ પ્રત્યે આકર્ષિત કર્યા હતા. લોકોમાં રામ મંદિર નિર્માણને લઈ એક અલગ જ ભાવના પેદા થઈ હતી. આજે જ્યારે  બંને અયોધ્યા પહોંચી તો તેમની આંખોમાં સંકલ્પ સિધ્ધીની ખુશી છલકાઈ હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે