જૂનાગઢ કસ્ટોડીયલ હિંસા મામલે હાઈકોર્ટનું 32 પોલીસકર્મી સામે આકરૂ વલણ, જાણો HCએ શું આદેશ કર્યો?


  • Published By :
  • Published Date : 2023-08-08 16:20:59

જૂનાગઢ પોલીસ દ્વારા કથિત કસ્ટોડીયલ હિંસા મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે કહ્યું છે કે આરોપી એવા 32 પોલીસકર્મીને માર મારવાના કેસમાં પોલીસકર્મીઓને સરકારી વકીલ નહીં મળે. આ સાથે જ પોલીસકર્મીઓને સરકારી વકીલની જગ્યાએ સ્વખર્ચે પોતાનો વકીલ રોકવાનો હુકમ હાઈકોર્ટે કર્યો છે. જૂનાગઢમાં 16 જૂને બનેલી પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા 6 આરોપી અને 4 ચાર સગીરને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. આ પથ્થરમારાની ઘટના બાદ પકડાયેલા આરોપીઓની સાથે 4 સગીરોને પણ પોલીસે લોક-અપમાં અભદ્ર ભાષા વાપરીને માર માર્યો હતો. કથિત જાહેરમાં મારપીટનો મામલો પ્રકાશમાં આવતા હોબાળો મચી ગયો છે.


કન્ટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ બાદ આકરૂ વલણ


આ જઘન્ય અપરાધ બાદ પીડિતોએ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરીને જવાબદાર પોલીસકર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન પીડિતના વકીલે દ્વારા દલીલો કરી હતી કે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે સગીરોને બેરહેમીથી માર માર્યો હતો. જે બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા DySP, PI સહિત 32 પોલીસકર્મીને કન્ટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ ફટકારવામાં આવી હતી. કોર્ટ દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને 2 અઠવાડિયામાં કોર્ટમાં હાજર થવાની નોટિસ આપવામાં આવી હતી. સાથે જ કોર્ટે તમામ જવાબદાર પોલીસ અધિકારીઓને જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. 


સમગ્ર મામલો શું હતો?


જૂનાગઢના મજેવડી દરવાજા પાસે 16 જૂનની રાત્રે સ્થાનિકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે એક ધર્મસ્થાનને નોટિસ આપતા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોડી રાત્રે ટોળાએ પોલીસની ગાડી, એસ.ટી. બસ તેમજ અન્ય વાહનોમાં તોડફોડ કરી હતી. ટોળા દ્વારા થયેલા હુમલામાં એક DCP અને 3 પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. PGVCLની ગાડી ઉપર થયેલા પથ્થરમારામાં ડ્રાઈવરને પણ ઈજા પહોંચી હતી. પથ્થરમારાની આ ઘટનામાં એક નાગરિકનું પણ મૃત્યું થયું હતું. જે બાદ જૂનાગઢ પોલીસે અટકાયતમાં લીધેલા 8-10 મુસ્લિમોને મજેવડી ગેટ પર, ગેબન શાહ મસ્જિદની સામે ઊભા રાખ્યા હતા અને જાહેરમાં નિર્દયતાથી કોરડા માર્યા હતા. પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા હતા. જોકે, બાદમાં તમામને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે