Vadodara Tragedy પર હાઇકોર્ટનું આકરું વલણ! સરકારે Morbi દુર્ઘટનાનું સોગંદનામું Copy Paste કર્યું તો હાઈકોર્ટે કાઢી સરકારની ઝાટકણી! જાણો


  • Published By :
  • Published Date : 2024-01-30 14:39:20

કોઈ પણ દુર્ઘટના થાય એટલે પરિવારના આંસુ કોપી પેસ્ટ હોય છે અમારું જર્નાલિસઝમ અમારા એન્કર અમારા સવાલો કોપીપેસ્ટ હોય છે એના એજ રડવાના અવાજો, એના એ જ મરસ્યાં એની એ જ વાતો એના એજ સરકારના જવાબો અને સરકારી તંત્રના મગરના આંસુ બધુ કોપી પેસ્ટ હોય છે. પણ એક વસ્તુ જે કોપી પેસ્ટ નથી હોતી એ છે એ લોકોની પીડા જેમણે પોતાના વાલસોયા ગુમાવ્યા છે. એમના જીવનમાં કઈ કોપી પેસ્ટ નથી. એ લોકોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે આવું કઈ થશે પણ. આપણા માટે દુર્ભાગ્ય એ છે કે સરકારે જે સોગંદનામું મૂકવાનું હતું એમ એમને મોરબીની દુર્ઘટનાનું સોગાદનામું લીધું અને એ હદે કોપીપેસ્ટ કર્યું કે નદીની બદલીમાં તળાવ લખવાનું પણ ભૂલી ગયા. સરકારો કેટલી હદે અસંવેદનશીલ છે આનાથી મોટો કોઈ પુરાવો ન હોય શકે.

સુનાવણી દરમિયાન સરકારની કોર્ટે કાઢી ઝાટકણી! 

વડોદરા હરણી તળાવ દુર્ઘટના જેમાં 12 માસૂમ બાળકોના મૃત્યુ થયા બે શિક્ષકોના મૃત્યુ થયા એ કેસમાં હવે હાઇકોર્ટે લાલ આંખ કરી અને આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટની સુનાવણીમાં ગઈકાલે સરકાર દ્વારા રજૂ કરાયેલા બચાવ અને રિપોર્ટને હાઇકોર્ટે વાહિયાત ગણાવ્યો છે. ગઈકાલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠે રાજય સરકાર, વડોદરા મનપા સહિતના સત્તાવાળાઓ અને કોન્ટ્રાક્ટરને ઘણા આકરા સવાલો કર્યા હતા. 


હાઈકોર્ટે કહ્યું કે...

ઉધડો લેતા કહ્યું કે શું કોર્પોરેશન સત્તાવાળાઓ કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે...? દુર્ઘટના થયા બાદ જ કેમ સત્તાધીશો નિંદ્રામાંથી જાગે છે..?  કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે, પરંતુ વડોદરા મનપા અને સરકારના સત્તાવાળાઓની જવાબદારી નિર્ધારિત થવી જોઇએ. બનાવ બન્યો પછી લેવાયેલા સુધારાત્મક પગલામાં અદાલતને કોઇ રસ નથી પરંતુ બનાવ બન્યો તે પહેલાં ચેક એન્ડ બેલેન્સીસ માટે શું પગલાં કે તકેદારી રખાયા હતા તેનો ખુલાસો વીએમસીએ કરવો પડશે.  


સરકારને મહત્વનો નિર્દેશ કર્યો

હાઈકોર્ટે આવી દુર્ઘટનાઓ ફરી ના બને તે માટે સરકારે એક ચોક્કસ પોલિસી અમલી બનાવવી જોઇએ તેવી વાત પણ સરકારને સૂચવી હતી. હાઇકોર્ટે બાળકોની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યકત કરી રાજયની તમામ શાળાઓને બાળકોની સલામતીને લઇ સૂચના જારી કરવા રાજય સરકારને બહુ મહત્ત્વનો નિર્દેશ કર્યો છે. 


નદીના બદલે તળાવ શબ્દ લખવાનું પણ સરકાર ભૂલી ગઈ!

આનાથી પણ ભયંકર વાત એ સામે આવી છે કે સરકારના સોગંદનામામાં કોઇ નવી વાત નથી, નદીની દુર્ઘટનાના સંબંધિત કેસ મોરબી કેસનું જ સોગંદનામું ઉઠાવીને આ તળાવવાળા કેસમાં રજૂ કરી દીધુ છે, જેમાં નદી શબ્દ બદલવાનું પણ સરકારના સત્તાવાળાઓ ભૂલી ગયા છે. હવે સત્તાવાળા પાસે શું અપેક્ષા રાખીએ એમને તો આદત છે ઘટનાઓના સોગંદનામું કોપી પેસ્ટ કરવાની. કારણ કે ઘટનાઓ રિપીટ પર ચાલે જ જાય છે. 


મળતીયાઓને બચાવવા માટે કરવામાં આવે છે પ્રયાસ!

આ સમગ્ર કેસમાં સરકારના મળતીયાઓ અને સાંઠગાંઠ ધરાવતા લોકોને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે પણ ખેર આ સરકારથી હવે અપેક્ષા પણ શું રાખવી? જે લોકોને આ દુર્ઘટનાઓ દુર્ઘટના માત્ર લાગે છે. કોઈની બેદરકારી લાગે છે અને છેલ્લે માત્ર કોના ખભા પર બંદૂક ફોડવી આ કેસ કોના માથે નાખવો એનાથી વધારે કશું નથી હોતું. હવે પણ આટલું થાય બધી આંખો ના ઊઘડે તો શરમ આવવી જોઈએ.



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.