મોરબી બ્રિજના પીડિત પરિવારોને વળતર મામલે હાઈકોર્ટે ઓરેવા ગ્રુપનો ઉધડો લીધો, કલેકટરને પણ કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-12-08 20:28:35

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિત પરિવાર તરફથી કેસ લડી રહેલા એડવોકેટ ઉત્કર્ષ દવેએ પીડિતોને વળતર અંગે રજૂઆત કરી હતી. જેને પગલે ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીને સખત ફટકાર લગાવી અને કોર્ટે અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ અને જોઈતી મદદ માટેનો રિપોર્ટ તથા વિધવાઓને નોકરી બાબતે જરૂરિયાત અને નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર ચૂકવવા બાબતનો રિપોર્ટ કલેકટર રજૂ કરશે તે બાબતે આર્થિક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેતી હોવાનું કહ્યું હતું.


વળતર અંગેનો રિપોર્ટ રજુ કરવા કલેકટરને આદેશ


ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીને સખત ફટકાર લગાવી અને કોર્ટે અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ અને જોઈતી મદદ માટેનો રિપોર્ટ તથા વિધવાઓને નોકરી બાબતે જરૂરિયાત અને નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર ચૂકવવા બાબતનો રિપોર્ટ કલેકટર રજૂ કરશે તે બાબતે આર્થિક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેતી હોવાનું કહ્યું હતું. હાઇકોર્ટે આકરા શબ્દોમાં ઓરેવા કંપની ઝાટકણી કાઢતા ઉમેર્યું હતું કે, એક વખત વળતર ચૂકવ્યું એટલે કંપનીની જવાબદારી પૂર્ણ થતી નથી.


ચીફ જસ્ટિસે લગાવી ફટકાર


ઓરેવા કંપનીના માલિક અને આરોપી જયસુખ પટેલના એડવોકેટ તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જયસુખ પટેલ જાન્યુઆરી માસથી જેલમાં છે અને તેમના જામીન અરજી અંગે પણ સુનાવણી થતી નથી. જેનાથી ચીફ જસ્ટિસે ફટકાર લગાવતા કહ્યું કે, આ અમારો વિષય નથી તો આ કોર્ટમાં એ બાબતે રજૂઆત ન કરો. ચીફ જસ્ટિસે વેધક સવાલ કર્યો કે, SITના રિપોર્ટ પછી તમે જે રજૂઆત કરો છો એ કરી શકો? તમે શું કર્યું છે તેનો અંદાજ પણ છે ખરો…? એટલું જ નહીં કોર્ટે એવી પણ ટકોર કરી કે, આરોપીઓ દ્વારા અસરગ્રસ્તોને મદદ થઈ શકે માત્ર એ હેતુથી જ સાંભળવાનો મોકો આપવામાં આવ્યો છે અન્યથા આ કોર્ટમાં તમે ઊભા પણ રહી શકો નહીં.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે