અમિત શાહ અને સીઆર પાટીલની ઉપસ્થિતિમાં હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-05 15:53:08

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હિમાંશુ વ્યાસની ભાજપમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો છે અને હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હિમાંશુ વ્યાસને કેસરિયો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરાવ્યો હતો. 


કોણ છે હિમાંશુ વ્યાસ?

હિમાંશુ વ્યાસ સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તા હતા. તેઓએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ સેક્રેટરી પદે પણ સેવા આપી હતી. હિમાંશુ વ્યાસે કોંગ્રેસના સંગઠનમાં ઘણી કામગીરી કરી હતી.

હિમાંશુ વ્યાસ કોંગ્રેસ છોડવાનો શું કારણો આપ્યા?

ભાજપમાં જોડાયા બાદ પત્રકાર પરિષદ યોજીને તેમણે કોંગ્રેસ છોડવા પાછળના કારણો જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "કોંગ્રેસ હાઈકમાન્ડના નેતાઓને અમુક ઓપરેટરોએ ઘેરી લીધા છે, આ ઓપરેટરો સાચા કાર્યકર્તાને હાઈ કમાન્ડ સુધી પહોંચવા દેતા નથી. મારા જેવા આગેવાનો, કાર્યકરો પાસે ઘણી સ્થાનિક વાતો હોય છે જે અમારે ઉપર સુધી પહોંચાડવી હોય છે. મને અનુભવ થતું હતું કે હું સુષુપ્ત અવસ્તા જાળવી શકું તેમ નથી, આથી મને થયું કે મારે રાજીનામું આપી દેવું જોઈએ. જે પાર્ટીનું નૈતૃત્વ દેશના કાર્યકર્તાઓને સાંભળે છે તે ભાજપ છે. તેથી મને લાગ્યું કે ભાજપ મારી વાતો સાંભળશે અને મને કામ કરવાનો મોકો આપશે. આથી મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મને પાર્ટીમાં જોડાવાના આશિર્વાદ આપ્યા છે. મને અનેક લોકોએ કહ્યું છે કે ચૂંટણી લડવા આવ્યો છું. તે મારે કહેવું છે કે મેં ટિકિટ માટે વાત નથી કરી પરંતુ પક્ષની અંદર સંગઠનની કામગીરીમાં મને કામ કરવા નહોતું મળતું. આથી હું ભાજપમાં જોડાયો છું. હું નિષ્ક્રિય હતો અને મારે કામ કરવું હતું, અમિત શાહ પણ અહીં જ હતા તો મેં કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાયો છું.   



કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં હતા. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં તેમણે જનસભાને સંબોધી..અનેક વિષયો પર તેમણે વાત કરી હતી..પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો

થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ત્યાં જનસભાને સંબોધી હતી ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે તેઓ પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી પર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા...અનેક મુદ્દાઓને લઈ ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી..