ગૌતમ અદાણીને 45 હજાર કરોડનો ઝટકો આપનારા નાથન એન્ડરસન કોણ છે?


  • Published By :
  • Published Date : 2023-01-26 20:06:28

અમેરિકામાં પ્રકાશિત થયેલા એક માત્ર રિપોર્ટના કારણે ભારતીય શેરબજારના ભૂકંપ આવી ગયો હતો. અમેરિકાની એક Hindenburg રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ ગૌતમ અદાણીને 45 હજાર કરોડ રૂપિયાનો ઝટકો લાગ્યો છે. બ્લુમબર્ગના ડેટા મુજબ અદાણીની નેટવર્થ 113 અબજ ડોલર જેટલી રહી ગઈ છે. અને તે હવે દુનિયાના અમિરોમાં ચોથા ક્રમે આવી ગયા છે. 


Hindenburg રિપોર્ટમાં શું કહ્યું છે?


Hindenburg રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રૂપમાં બધુ સારૂ નથી ચાલી રહ્યું.  અદાણી ગ્રૂપની કંપનીઓમાં દાયકોઓથી ખુલ્લંખુલ્લા ગડબડ અને એકાઉન્ટમાં છેતરપિંડી આચરવામાં આવી રહી છે. અદાણી ગ્રૂપના શેરોમાં પણ વર્ષોથી ગેરરિતી આચરીને કૃત્રિમ રીતે શેરના ભાવ આસમાનો પહોંચાડવામાં આવી રહ્યા છે. અદાણીએ આ રિપોર્ટને બદનામ કરાનારો કહીને રદિયો આપ્યો છે. 


Hindenburg Research શું છે?


Hindenburg Researchની સ્થાપના વર્ષ 2017માં નાથન એન્ડરસને કરી હતી. આ એક ફોરેન્સિક ફાઈનાન્સિયલ રિસર્ચ ફર્મ છે.જે ઈક્વિટી, ક્રેડિટ, અને ડેરિવેટિવ્સને એનેલાઈઝ કરે છે. આ કંપનીનું નામ 6 મે 1937માં થયેલા હાઈ પ્રોફાઈલ Hindenburg એયરશિપ દુર્ઘટના પરથી રાખવામાં આવ્યું છે. આ દુ્ર્ઘટના અમેરિકામાં ન્યૂજર્શીના માનચેસ્ટર ટાઉનશિપમાં થઈ હતી. Hindenburg Research કોઈ પણ કંપનીમાં ચાલતી ગેરરિતીને શોધી કાઢે છે. અને પછી તે અંગે સવિસ્તાર રિપોર્ટ જાહેર કરે છે. કંપની મેન મેડ ડિઝાસ્ટર પર નજર રાખે છે. જેમાં એકાઉન્ટિગ છેતરપિંડી. મિસમેનેજમેન્ટ, ગુપ્ત થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્સનનો સમાવેશ થાય છે.  


Hindenburg Researchનો સ્થાપક કોણ?


Hindenburg Researchની સ્થાપના નાથન એન્ડરસને કરી છે. તેમણે યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટથી ઈન્ટરનેશનલ બિઝનેશમાં ડિગ્રી મેળવ્યા એક ડેટા કંપની FactSet Research Systems Incમાં કામ કર્યું હતું. આ કંપનીમાં તેમનું મુખ્ય કાર્ય ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીનું એનાલિસીસ કરવાનું હતું. વર્ષ 2020માં વોલ સ્ટ્રિટ જર્નલને આપેલા એક ઈન્ટર્વ્યુંમાં તેમણે કહ્યું હતું કે મને એવી અનુભૂતિ થઈ કે કંપનીઓમાં કામચલાઉ એનાલિસીસ થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે નાથન એન્ડરસન ઈઝરાયેલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું કામ કરી કરી ચુક્યા છે. તેમણે પોતાના અંગે કહ્યું કે તેમને ખુબ જ દબાણમાં કામ કરવાની મજા આવે છે. એન્ડરસન હેરી માર્કપોલોસને પોતાનો આદર્શ માને છે. માર્કપોલોસ એક એનાલિસ્ટ છે, જેમણે બર્ની મેડોફની ફ્રોડ સ્કીમનો પર્દાફાસ કર્યો હતો.  Hindenburg એ સપ્ટેમ્બર 2020માં ઈલેક્ટ્રિક ટ્રક મેકલ નિકોલા કોર્પ વિરૂધ્ધ શરત લગાવી હતી અને ભારે રકમ જીતી હતી.


36 કંપનીઓનો પર્દાફાશ કર્યો


Hindenburgએ અત્યાર સુધી 36 કંપનીઓમાં સંભવીત ગેરરીતીનો પર્દાફાસ કરી ચુકી છે. છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઈંક પર પહેલા શોર્ટ અને પછી લોન્ગ પોઝિશન લીધી હતી. મે મહિનામાં તેણે કહ્યું કહ્યું હતું કે એલન મસ્ક 44 અબજ ડોલરની ડીલથી ફરી જાય છે તો કંપનીના શેરોમાં ઘટાડો આવી શકે છે. જુલાઈમાં એન્ડરસને પોતાની લોન્ગ પોઝિસન લઈને મસ્ક સામે શરત લગાવી હતી. ઓક્ટોબરમાં મસ્કએ આ ડીલ ઓરિજનલ કિંમત પર પૂરી કરી હતી. જો તમારી પાસે કોઈ કંપનીના શેર છે, અને તમે તેની વૃધ્ધીની આશા કરીને વાંબા ગાળાની પોઝિશન લો છો તો તેને લોન્ગ પોઝિશન કહેવામાં આવે છે. બીજુ કે જે શેર ભવિષ્યમાં ઘટવાનો છે તેવી આશંકા રાખીને તેને પોતાના નામ પર ટ્રાન્સફર થયા પહેલા જ વેચી દેવામાં આવે તો તેને શોર્ટ પોઝિશન કહેવામાં આવે છે.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."