કચ્છના મુન્દ્રાની સ્કૂલમાં હિંદુ વિદ્યાર્થીઓને નમાઝ પઢાવાઈ, વડોદરાની MS યુનિમાં નમાજ પઢતી વિદ્યાર્થિનીનો વીડિયો સામે આવતા હોબાળો


  • Published By :
  • Published Date : 2023-06-30 14:34:32

રાજ્યની શિક્ષણ સંસ્થાઓમાં નમાજ પઢવાની ઘટનાઓના કારણે સતત વિવાદો થતાં છે. મુસ્લિમ વિદ્યાર્થીઓના શાળા, કોલેજો અને યુનિવર્સિટી કેમ્પસમાં નમાજ પઢતા વીડિયો અવારનવાર વાયરલ થતા હિંદુ સંગઠનો તેની સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કરતા રહે છે. જેમ કે કચ્છની એક પ્રાઈવેટ સ્કૂલ અને વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની નમાજ પડતી હોય તેવો વીડિયો સામે આવતા હોબાળો થયો છે.


બકરી ઇદની ઉજવણી


કચ્છમાં એક ખાનગી શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢતા શીખવાડાતી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. આ વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. કચ્છના મુન્દ્રાની પ્રાઈવેટ સ્કૂલ પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સમાં ગઇકાલે બકરી દઇના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ વિદ્યાર્થીઓની સાથે નમાઝ પઢતા શીખવાડવામાં આવી હતી. શાળાના આવા કૃત્ય બાદ વિવાદ વકર્યો હતો અને વિદ્યાર્થીઓના વાલીઓ શાળામાં હોબાળો મચાવ્યો હતો. નોંધવા જેવી બાબત એ છે કે,  પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સના ધોરણ 5ના વિદ્યાર્થીઓ પાસે આ રીતે પરફોર્મન્સ કરાવવામાં આવ્યું હતુ. 


વડોદરાની MS યુનિ.માં નમાજને લઈ બબાલ


વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં કોઈ વિદ્યાર્થિની નમાજ પડતી હોય તેવો વિડિયો સામે આવ્યો છે. સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થિની નમાજ પડતા વિડીયો વાયરલ થયો હતો, યુનિવર્સિટી સત્તાધીશોએ આ મામલે હાઈ પાવર ડિસિપ્લીનરી કમિટીને તપાસ સોંપી છે. 


અગાઉ પણ વીડિયો થયા છે વાયરલ


મુસ્લિમ યુવક અને યુવતીઓ દ્વારા નમાજ પડવાનું છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે તેવી વિગતો સપાટી ઉપર આવી હતી. આ પહેલાં પણ સંસ્કૃત ફેકલ્ટી બહાર નમાજ પડતા યુવકોનોવીડિયો  બે વખત સામે આવ્યો હતો. હિન્દુ સંગઠનોએ રજૂઆત કરી હતી જે બાદ વધુ એક વિડિયો સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં મુસ્લિમ વિદ્યાર્થિની નમાજ અદા કરતી હોય તેઓ વીડિયો સામે આવ્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પણ કહ્યું હતું કે હા, અમે પણ નમાજ પડીએ છીએ કેમ કે નમાજનો સમય થયો હોય અને અમે જે પણ જગ્યાએ હોય ત્યાં અમે નમાજ અદા કરીએ છીએ. યુનિવર્સિટીમાં પણ અમે નમાજ પઢેલી છે. જોકે આ પ્રકારનો વિડીયો સામે આવતા હિન્દુ સંગઠનો યુનિવર્સિટી તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.



કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. રાજા રાણીઓને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેને લઈ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.