હીરાબાની તબિયતમાં સુધારો, PM મોદી U.N મહેતા હોસ્પિટલથી દિલ્હી જવા રવાના


  • Published By :
  • Published Date : 2022-12-28 18:31:29

PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત જણાતા અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માતાના ખબરઅંતર પુછવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી સીધા જ U.N મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટરો પાસેથી માતાની તબિયત અંગે માહિતી મેળવ્યા બાદ તેઓ સીધા દિલ્હી જવા રવાના થયા હતા.


PM મોદી દિલ્હી જવા રવાના 


PM મોદી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને લગભગ દોઢ કલાક સુધી હોસ્પિટલમાં રહીને ડોક્ટરો પાસેથી જાણકારી મેળવી હતી. પીએમ મોદીની સાથે ભાઈ પંકજભાઈ મોદી, સોમાભાઇ મોદી સહિતના પરિવાજનો હાજર રહ્યાં હતા. માતાની તબિયત સુધારા પર હોવાનું ડોક્ટરો પાસેથી જાણીને તેઓ હળવા હૃદયે દિલ્હી જવા રવાના થયા હતા.


હીરાબાની તબિયતમાં સુધારો: મેડિકલ બુલેટીન


અમદાવાદની U.N મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. હીરાબાને સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા વધુ એક હેલ્થ બુલેટિન સાંજે જાહેર કરવામાં આવશે.


અગ્રણી નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ


PM મોદીના માતાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા જ ભાજપના અગ્રણી નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, CMના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને કૌશિક જૈન,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી સહિતના મહાનુભાવો હીરાબાની ખબર અંતર જાણવા માટે U.N મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. 


અમદાવાદમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર


PM મોદી માતાની નાદુરસ્ત તબિયતના પગલે  અમદાવાદ આવી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીના આગમન અંગે શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું. પીએમના આગમન અગાઉ નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. અમર્યાદિત સમય સુધી શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરાયો હતો. તાત્કાલિક અસરથી અમલ કરવા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના અપાઈ હતી. એરપોર્ટ અને હોસ્પિટલની બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.


18મી જૂન 2022ના રોજ શતાયુમાં પ્રવેશ કર્યો હતો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થયા હતા. હિરાબાનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળ્યા હતા. હીરાબાના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવી હતી. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે 11 માર્ચના રોજ સવારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ રાત્રે 9 વાગ્યે માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આશીર્વાદ લઈ માતાના ખબરઅંતર પૂછ્યા હતા. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ હીરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.