Rajkotમાં બની Hit And Runની ઘટના, સ્કોર્પિયો અને એક્ટિવા વચ્ચે થઈ ટક્કર, એક વ્યક્તિનું થયું મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-28 12:22:36

અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના અંગે ચર્ચાઓ થવાની શાંત નથી થઈ ત્યાં તો રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં સ્કોર્પિયો ગાડી ચાલકે ટુ-વ્હીલરને અડફેટે લીધા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ છે. એને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. આ અકસ્માત રાજકોટ-જામનગર હાઈવે પર બન્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે એકદમ ડરાવી દે તેવા છે. Rajkot Hit And Run Case: scorpio hits activa on the rajkot highway, scene captured in cctv, one death Hit And Run: હાઇવે પર રૉન્ગ સાઇડ આવતી એક્ટિવાને સ્કૉર્પિયોએ મારી જોરદાર ટક્કર, એક્ટિવા ચાલકનું મોત, CCTV આવ્યા સામે

અમદાવાદમાં રવિવારે બની હતી હિટ એન્ડ રનની ઘટના 

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હિટ એન્ડ રનની ઘટના બની છે. રવિવારે અમદાવાદના શિવરંજની નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવતીનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું હતું. એ યુવતીના લગ્ન થોડા સમય બાદ થવાના હતા. ડોલી ઉઠે તે પહેલા જ તેની અર્થી ઉઠી. આ મામલો હજી શાંત થયો ન હતો ત્યારે ગઈકાલે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની. જેમાં પણ એક વ્યક્તિનું મોત થઈ ગયું. ત્યારે આજે પણ હિટ એન્ડ રનની ઘટના રાજકોટમાં બની છે જેમાં એક યુવકનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. સારવાર અર્થે યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.         

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા!

રાજકોટ જામનગર હાઈવે પર ઘંટેશ્વર પાર્ક નજીક સ્કોર્પિયો અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જે અનુસાર એક્ટિવા ચાલક રોડની રોન્ગ સાઈડ પર ડિવાઈડરની નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી સ્કૉર્પિયો ગાડી આવી અને એક્ટિવાને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં જે વ્યક્તિનું મોત થયું છે  તેમનું નામ સુરજસિંહ છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના વ્હાલસોયાને ખોયા હશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે