Rajkotમાં બની Hit And Runની ઘટના, ટ્રકની અડફેટે આવતા વિદ્યાર્થિનીનું થયું મોત, લોકોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-10-16 12:30:23

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે રાજકોટમાં એક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક મહિલાનું મોત થઈ ગયું છે. ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતા યુવતીનું મોત નિપજ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર શહેરના 150 ફૂટ રોડ પર ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો છે. ટક્કર એટલી ગંભર હતી કે એક યુવતીનું મોત ઘટના સ્થળ પર થયું છે જ્યારે બીજી યુવતીની હાલત ગંભીર છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષ એટલા માટે લોકોમાં ભભૂકી ઉઠ્યો છે કારણ કે અનેક કલાકો સુધી મૃતદેહ રસ્તા પર પડી રહ્યા હતા. આ અંગે પોલીસે તપાસ આરંભી છે અને ગુન્હો નોંધ્યો છે. 

 રાજકોટ: શહેરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત થયો છે. શહેરના નવા 150 ફૂટ રોડ પર ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. જેના કારણે એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર ઇજાગ્રસ્ત છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં આસપાસના લોકો દ્વારા તંત્ર પર ઘણો જ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. લોકોનો એવો પણ આક્ષેપ છે કે, અકસ્માત થયાના ત્રણ કલાક સુધી તો મૃતદેહ ત્યાં જ પડી રહ્યો હતો. આ અંગે હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકની અડફેટે આવતા યુવતીનું થયું મોત  

રસ્તા પર ચાલતા વાહનો અનેક લોકો માટે યમદૂત સાબિત થતા હોય છે. વાહનોની અડફેટે આવતા લોકોના મોત થઈ જતા હોય છે. આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં હિટ એન્ડ રનની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટમાં ટ્રકની અડફેટે ટુ-વ્હીલર આવ્યું હતું અને ઘટના સ્થળ પર જ એક મહિલાનું મોત થઈ ગયું છે. જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર છે. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટના શહેરના નવા 150 ફૂટ રોડ પર બની છે. આ સ્થળ પર ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. જેના કારણે એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર ઇજાગ્રસ્ત છે. આ હિટ એન્ડ રન બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.  

   શહેરના નવા 150 ફૂટ રોડ ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતુ. જેમાં ટ્રક મૂકી ટ્રક ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં હેત્વી મોરડીયા નામની યુવતીનું મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ હતુ કે, આ અકસ્માત થયાના ત્રણ કલાલ સુધી તો યુવતીનો મૃતદેહ ઘટના સ્થળે જ પડી રહ્યો હતો. આ રોડ પર રહેલા ખાડા અને બેદરકારીપૂર્વક મોટા વાહનો ચાલતા હોવા અંગે અનેક ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ તંત્ર કાંઇ જ નથી કરી રહ્યુ.

ખરાબ રસ્તાને કારણે સર્જાય છે અનેક અકસ્માત!

આ ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર જે છોકરીનું મોત આ અકસ્માતમાં થયું છે તે 22 વર્ષની હતી અને અભ્યાસ કરી રહી હતી. એવી માહિતી પણ છે કે મોરડીયા સનસાઈન કોલેજમાં અભ્યાસ કરી રહી હતી અને તે બીજી એક યુવતી સાથે કોલેજ જઈ રહી હતી તે વખતે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. કોલેજમાં જતી વખતે આ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલી ટ્રકે વાહનને અડફેટે લીધી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે આ ઘટનાને પગલે કેસ નોંધી લીધો છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે રસ્તા પર પડેલા ખાડાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે.  

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે 22 વર્ષની હેત્વી મોરડીયા સનસાઇન કોલેજમાં જઇ રહી હતી. આ યુવતી એમબીએના પહેલા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી હતી. જેથી તે આજે સવારે ટુ વ્હીલર પર અન્ય એક યુવતી સાથે પોતાની કોલેજમાં જઇ રહી હતી. આ દરમિયાન 150 ફૂટના રોડ પર આ દુર્ઘટના ઘટી હતી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.