આજથી પવિત્ર ચાતુર્માસનો થયો પ્રારંભ, ચાતુર્માસ દરમિયાન આ દેવી-દેવતાઓની પૂજા કરવાથી થાય છે મનોકામના પૂર્ણ!


  • Published By :
  • Published Date : 2023-06-29 17:33:56

હિંદુ ધર્મમાં દરેક તીથીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. જેમ ચોથ ગણપતિજીને સમર્પિત હોય છે તેમ જ અગિયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ત્યારે આજથી ચતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. આજની એકાદશીને દેવશયની એકાદશી પણ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તિ, સ્તોત્ર કરવાથી વિશેષ લાભ મળે છે. એવું કહેવામાં આવે છે કે ચાર મહિના સુધી માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.કારતક શુક્લ પક્ષની એકદશીએ દેવ ઉઠે છે માટે દેવઉઠી એકદાશી કહેવાય છે. આ દિવસથી ચાતુર્માસ ખતમ થાય છે. આ વર્ષે ચાતુર્માસ 29 જૂનથી 22 નવેમ્બર સુધી છે. દેવપોઢી જવાને કારણે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી. 

Chaturmas 2023: 29 જુનથી પ્રારંભ થવા જઇ રહ્યાં છે ચાતુર્માસ, જાણો તેનુ  મહત્વ | Chaturmas is going to start from June 29, know its importance -  Gujarati Oneindia


ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ કરે છે શયન      

હિંદુ ધર્મમાં દરેક મહિનાનું આગવું મહત્વ રહેલું હોય છે. મહિનાનો સીધો નાતો દેવી દેવતા સાથે હોય છે. જેમ આસો મહિનામાં માતાજીની આરાધના કરવામાં આવે છે, શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે તેમ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. અષાઢ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને દેવ પોઢી અગિયારસ કહેવામાં આવે છે.  આજથી ચાર મહિના માટે ભગવાન પોઢી જતા હોય છે જેને કારણે આ સમય દરમિયાન કોઈ ધાર્મિક કાર્ય કરવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે ચતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે અને સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવના હાથમાં રહે છે. આ ચાર મહીના શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક હોય છે. પરંતુ આ વખતે અધિક મહિનો હોવાને કારણે આ વખતનું ચાતુર્માસ પાંચ મહિના ચાલશે.        

 

આ મહિના દરમિયાન થાય છે ભગવાનની પૂજા

ચાતુરમાસની વાત કરવામાં આવે તો ચાતુર માસમાં પહેલો મહિનો શ્રાવણ મહિનો આવે. શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવની આરાધના કરવામાં આવે છે. આ મહિના દરમિયાન ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભાદરવો મહિનો ચાતુરમાસનો બીજો મહિનો છે. ભાદરવા મહિના દરમિયાન ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે તેમજ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ગણપતિજીને વિધ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. 


કારતક મહિના દરમિયાન આવે છે અનેક તહેવારો

આસો મહિના દરમિયાન શક્તિ એટલે દેવીની પૂજા કરવામાં આવે છે. આસો મહિના દરમિયાન નવરાત્રી આવતી હોય છે. તે સિવાય આ સમય દરમિયાન પિતૃઓની પણ પૂજા કરવાથી લાભ મળે છે. પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આસો મહિના દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે. ચાતુર્માસનો અંતિમ મહિનો છે કે કારતક મહિનો. કારતક મહિનામાં માતા લક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે.કારતક મહિનામાં દિવાળી, ભાઈબીજ, ધનતેરસ, દેવઉઠી એકાદશી, તુલસી વિવાહ, દેવ દિવાળી મનાવવામાં આવે છે. આમ ચાતુર્માસ દરમિયાન ભગવાનની વિશેષ પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે.  


(નોંધ - અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારીત છે.)



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.