દેશના માનનીય આટલા સાંસદો ધરાવે છે ગુનાહિત ઈતિહાસ, ADR રિપોર્ટમાં થયો ખુલાસો, જાણો Gujaratના કેટલા સાંસદોનો છે સમાવેશ?


  • Published By :
  • Published Date : 2023-09-13 12:07:34

સંસદને ન્યાયનું મંદિર કહેવામાં આવે છે. સંસદમાં જે કાયદા ઘડાય છે તેનો અમલ દેશભરમાં થાય છે. સંસદમાં બેઠેલા સાંસદો સમાજમાં અપરાધો ઓછા થાય તે માટે કાયદા બનાવે છે. દેશના તમામ રાજકીય પક્ષો સમાજમાં અપરાધ ઓછો થયો છે, ખતમ થયો છે તેવા દાવા કરતા અનેક વખત દેખાતા હોય છે. ત્યારે ચૂંટણી સુધાર પર કામ કરતી સંસ્થા એડીઆર એટલે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો એક રિપોર્ટ સામે આવ્યો છે જે ચોંકાવનારો છે. દેશના કુલ 763 સાંસદોમાંથી 306 સાંસદો પર ક્રિમિનલ કેસ નોંધાયા છે. 306 સાંસદોમાંથી 194 સાંસદો વિરૂદ્ધ હત્યા અને મહિલાઓ પર અત્યાચારના ગંભીર ગુન્હાના દાખલ છે. 



763 સાંસદમાંથી 306 સાંસદો વિરૂદ્ધ કેસ છે દાખલ             

દર વર્ષની જેમ એડીઆરે ચોંકાવનારો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં સાંસદો વિરૂદ્ધ કેટલા કેસ છે, કેટલા ગંભીર ગુન્હાઓ દાખલ છે તે અંગેની માહિતી સામે આવતી હોય છે. ત્યારે એડીઆરે તાજેતરમાં સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસને લઈ આંકડો બહાર પાડ્યો છે. રિપોર્ટ મુજબ 763 સાંસદોમાંથી 306 સાંસદ વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા આપવામાં આવેલી એફિડેવિટ ટાંકીને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. લગભગ 40 ટકા મોજુદ સાંસદો વિરૂદ્ધ કેસ દાખલ છે. 



રાજ્ય પ્રમાણે આ રહ્યો આંકડો 

રાજ્ય પ્રમાણે જો આંકડાની વાત કરીએ તો કેરળના 29 સાંસદોમાંથી 23 સાંસદો વિરૂદ્ધ કેસ દાખલ છે. બિહારના 56માંથી 41 સાંસદ વિરૂદ્ધ કેસ દાખલ છે મહારાષ્ટ્રના 65 સાંસદોમાંથી 37 સાંસદો, તેલંગાણાના 24માંથી 13 સાંસદો, દિલ્હીના 10માંથી 5 સાંસદો, ગુજરાતના 37માંથી 7 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે.



પાર્ટી વાઈઝ આંકડા !

પાર્ટી વાઈઝ ડેટાની વાત કરીએ તો : ભાજપના 385 સાંસદોમાંથી 139 સાંસદો વિરૂદ્ધ ફોજદારી ગુન્હો નોંધાયો છે, જેમાં 98 સાસંદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. કોંગ્રેસના સાંસદની વાત કરીએ તો 81 સાંસદો છે. જેમાંથી 43 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ છે જેમાંથી 98 સાંસદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. આમ આદમી પાર્ટીના સાંસદની વાત કરીએ તો 11 સાંસદોમાંથી 3 સાંસદ વિરૂદ્ધ ગંભીર ગુન્હા દાખલ છે જેમાંથી એક સાંસદ વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. ટીએમસીના 36 સાંસદોમાંથી 14 સાંસદો વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ છે જેમાંથી 7 સાંસદો વિરૂદ્ધ ગંભીર કેસ દાખલ છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.