Forest guard પરીક્ષાના પેપરમાં ભયંકર ભુલો અને હસમુખ પટેલ કહે છે કે, મારુ કંપનીવાળા સાંભળતા નથી..! સાંભળો ઓડિયો..


  • Published By :
  • Published Date : 2024-06-12 13:11:40

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે... ભવિષ્ય , સમય,નાણાં અને ઉમર બધુ જ દાવ પર લગાવીને તૈયારી કરી હોય અને મહેનત કરી હોય... એક એક માર્ક માટે રાત-રાત ભર જાગ્યા હોય... પરીક્ષા લેવાઈ જાય... પછી પેપરમાં છબરડા સામે આવે... રજૂઆત કરવામાં આવે તો સાંભળવામાં ન આવે,..જે મુખ્યા છે જે અધિકારી છે એ પણ એવુ કહી દે કે અમે તો કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. કંપનીવાળો સાંભળતો જ નથી તો અમે શું કરીએ.... અમે વાત કરી રહ્યા છીએ ફોરેસ્ટ વિભાગની.. જે પરીક્ષા લેવાઈ તેના વિશે...

અનેક પ્રશ્નો એવા હતા જેમાં... 

પેપરમાં અનેક છબરડાઓ પ્રશ્નમાં હતા... એક જ દિવસમાં ત્રણ પાર્ટમાં પરીક્ષા લેવાઈ હતી... દરેક શિફ્ટમાં પ્રશ્નપત્ર અલગ હતું.... એટલે અંદાજે 75 જેટલા પ્રશ્નપત્રો હતા.... એક પેપરમાં પાંચ જેટલી ભૂલ સામે આવી.તો વિચારો 75 પેપરમાં કેટલી ભૂલ હશે... હવે ગૌણ સેવા પસંદગી મંડળને એક ઉમેદવારે રજૂઆત કરી.... તો સચિવ હસમુખ પટેલ સાહેબે કેવો જવાબ આપ્યો તે ખૂબ રસપ્રદ છે..પહેલી વાત તો એ કે સાહેબ જે બોલ્યા એના કરતા પણ અઢળક ભુલો આ પેપરમાં છે... સાચા પ્રશ્નો રદ કરી નાંખ્યા અને રદ કરવાના હતા એમા ઘણા પ્રશ્નો એવા છે કે જેમાં કોઈ સુધારો કર્યો જ નથી... 



સવાલ પૂછાયો કે..  

એક ઉદાહરણ તરીકે સવાલ પૂછાયો હતો. અમદાવાદ જિલ્લા સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓમાં લભગ સમગ્ર રાજ્યમાં ક્યા પ્રાણીની પ્રજાતિ જોવા મળે છે... જેમાં ઓપ્શન હતા માર્શ મગર, વરુ ચિત્તો અને ભારતીય મોટી ખિસકોલી... આન્સર કીમાં સાચો જવાબ ચિત્તો આપવામાં આવ્યો... ચિતો આખા ભારત વર્ષમાં માત્ર એક જગ્યા પર જોવા મળે છે. પરંતુ gsssbને અમદાવાદ શિવાય આખા દેશમાં જોવા મળે છે. બીજી વાત કે, Forest guardની રિવાઇઝ ફાઇનલ આન્સર કીમાં પણ કોઈ સુધારો થયો નથી સુધારો તો ઠીક પરંતુ સાચા જવાબો રદ કરી નાખ્યાં ચાલો એનું પણ સમજ્યા પરંતુ સાચો જવાબ હોવા છતાં ખોટો પાડેલ છે...


ગૌણ સેવા પસંદગી મંડળના સાહેબનું કહેવું છે કે...

હજુ આટલેથી નથી અટકતુ... જે લોકોને વધારે question રદ થયા છે તેમને પ્રો રેટ પ્રમાણે વધારે માર્ક થાય છે... જેમ કે અમુક લોકોને 61 question સાચા છે તેને 133 થઇ જાય છે અને 68 સાચા છે તેને 129 થાય છે... જેનું કારણ આ વધારે questionરદ થયા તે છે... તો આનું યોગ્ય નીરાકરણ ક્યારે આવશે.... આવુ કેમ.... ગૌણ સેવા પસંદગી મંડળના સાહેબ કહી રહ્યાં છે કે મને ખબર છે મારે બધુ સોલ્વ કરવું છે પણ નથી થાતુ... કંપની વાળાને આપ્યું છે એ સુધારતો જ નથી... અરે સાહેબ તમે ઓથોરિટી છો જો તમારુ ન માને કંપનીવાળો તો ઉમેદવારોનો શું વાંક... તમારી જવાબદારી બને છે... સત્તા તમારી પાસે છે.... આટલા સમયથી આ પ્રશ્ન સુધારવામાં જ આવ્યો નથી.... 


જે કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું તે..

હસમુખ પટેલ સાહેબ ઘણીબધી વાર કહી ચૂક્યા છે કે અમે પરીક્ષાઓમાં પારદર્શિતા રાખીને પેપર કાઢીએ છીએ... આવી તો કેવી પારદર્શિતા... અને એવી તો કેવી કંપનીને ટેન્ડર આપ્યું કે જે મંડળ ની વાત જ સાંભળવા જ તૈયાર નથી.....? નિયંત્રણ મંડળ પાસે હોવું જોઈએ...... કંપની ના સાંભળે એમાં ઉમેદવાર નો શું વાંક...?... બોલો આ સચિવ છે જેનું કંપની એટલે કે એજન્સી પાસે કશું નથી ચાલતું તો વિદ્યાર્થીઓ નું શું ચાલવાનું ?



સિસ્ટમમાં કરાયો ફેરફાર...!

પહેલા ગૌણસેવા પસંદગી મંડળ પરીક્ષા લેતુ હતું.. ત્યારપછી ઓનલાઈન કમ્પ્યુટર  બેઝ્ડ એક્ઝામ આવી... જેમાં કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા પરીક્ષા લેવા.. હવે પેપર સેટર, પેપર ચેકર અને પેપર કન્ડક્ટર બધા અલગ હોય... હવે આ પરીક્ષામાં તો ફાઈનલ આન્સર કી જાહેર કરી દેવાઈ એટલે સુધારાને કોઈ અવકાશ નથી.. એક એક માર્કસ માટે લડતો વિદ્યાર્થી રજૂઆત કરે તો સાહેબ એમ કે કે અમારુ પણ નથી માનતા તો વિદ્યાર્થીઓને જવાનું ક્યાં... અંતે કોર્ટનો ઓપ્શન વધે.,. પણ એમાય સૌ જાણે છે કે, પ્રક્રિયા કેટલી લાંબી હોય છે..     



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .