પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા અધ્યાપક બનવાને લાયક ન હતા તો પણ તે Saurashtra યુનિવર્સિટીમાં ડીન કેવી રીતે બની ગયા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-08 16:54:12

રાજનીતિને જ્યારે તમે સાક્ષીભાવથી જુઓ કે શું ચાલી રહ્યું છે શું નહીં કોઈ પણ પ્રકારના પૂર્વબંધારણાઓ રાખ્યા વગર ત્યારે ઘણું બધું સમજવા મળે છે. જ્યાં સુધી પદ હોય ત્યાં સુધી માન હોય, જેવું પદ જાય એટલે નેતા હતા ન હતા થઈ જાય છે. રાજકોટથી એક સમાચાર સામે આવ્યા છે કે કાકા મુખ્યમંત્રી હતા ભત્રીજો ડીન હતો. કાકા હવે મુખ્યમંત્રી નથી તો ભત્રીજો 5 વર્ષ ખોટી રીતે ડીન સહિતના વિવિધ હોદ્દા ભોગવતો હતો એવું સામે આવ્યું છે. વિગતવાર વાત કરીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડૉ. મેહુલ રૂપાણીના કાંડ વિશે કે કેવી રીતે તે અધ્યાપક હોવાની લાયકાત ન ધરાવતા હોવા છતાં સેનેટ બન્યા, ડીન બન્યા અને બીજા પણ અનેક હોદ્દાઓના પદ ભોગવતા રહ્યા. અને એ પણ કાકા મુખ્યમંત્રી હતા એટલે. 


વિજય રૂપાણી હટ્યા અને હવે તેમના ભત્રીજા પણ હટ્યા!

ગુજરાતની વિવિધ વિશ્વવિદ્યાલયમાં હાલ કંઈકને કંઈક પ્રક્રિયા ચાલી રહી છે. એવી જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીની કામગીરી ચાલી રહી છે. જેમાં પૂર્વ સિન્ડિકેટ અને પૂર્વ ડીન ડૉ. મેહુલ રૂપાણીનું નામ કેન્સલ થયું. કારણ કે જે કોઈ પણ લડી રહ્યા હતા તેમની પાસે પુરાવા માગવામાં આવ્યા હતા. જેમાં સામે આવ્યું કે મેહુલ રૂપાણી અધ્યાપક તરીકે લાયકાત ધરાવતા ન હતા. જો તે અત્યાર સુધી અધ્યાપક હોવાના લાયક પણ ન હતા તો પછી કુલપતિ, રજિસ્ટ્રાર કે બીજા હોદ્દાઓ તેમણે કેવી રીતે ભોગવ્યા એ સવાલ છે. અમુક ત્યાંના લોકો આક્ષેપ કરી રહ્યા હતા કે આવું એટલા માટે થયું કારણ કે તેમની અટક રૂપાણી હતી અને તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા છે. વિજય રૂપાણી હટ્યા અને હવે તેમના ભત્રીજા પણ હટ્યા કારણ કે અત્યાર સુધી તે ગેરકાયદેસર રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોદ્દાઓ બોગવતા હતા. 

વિજય રૂપાણીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 5 વર્ષની સફર | Vijay Rupani's 5  year journey as the Chief Minister of Gujarat - Gujarati Oneindia

મેહુલ રૂપાણી  અધ્યાપકની બેઠક પર સેનેટની ચૂંઠણી લડ્યા  

ડોક્ટર મેહુલ રૂપાણીની વાત કરીએ તો તે અધ્યાપક ન હોવા છતા અધ્યાપકની બેઠક પર સેનેટની ચૂંટણી લડ્યા હતા, જીત્યા પણ ખરા, પછી ડીનની ચૂંટણી લડ્યા, સાયન્સ ફેકલ્ટીના ડીન બન્યા અને સિન્ડિકેટ સભ્ય પણ રહ્યા. આ સિવાય પણ તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક જગ્યા પર હોદ્દો ભોગવી ચૂક્યા છે. જો કે આ કૌભાંડ બહાર આવતા ડોક્ટર રૂપાણીને હાલ અધ્યાપક તરીકે મતદાર યાદીમાંથી કાઢવામાં આવ્યા છે. આ સાથો સાથ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજાને સેનેટ મતદાર યાદીમાંથી પણ હટાવ્યા છે. હવે સવાલ એ છે કે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીન સ્તરે આવા કૌભાંડો થતા હોય તો નીચે તો શું ચાલતું હશે એ તો જોવા જેવું છે. ઠીક છે રામ રાજ્ય પ્રજા સુખી ક્યાં સુધી ચાલશે એ તો જોવાનું રહેશે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે