ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય મહેમાન કોણ બનશે તે કેવી રીતે નક્કી થાય છે? જાણો કેવી રીતે પૂર્ણ થાય છે આ પ્રક્રિયા?


  • Published By :
  • Published Date : 2024-01-26 13:18:07

આ વખતના પ્રજાસત્તાક દિવસના દેશના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન બન્યા છે. દેશ આજે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ ગણતંત્ર દિવસની પરેડમાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ જોવા મળી જે મહિલાઓના સશક્તિકરણ પર આધારીત હતી. મહિલાઓને કેન્દ્રમાં રાખી થીમ તૈયાર કરવામાં આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આ પરેડને નિહાળી. હવે તમને પ્રશ્ન થતો હશે કે એ કેવી રીતે નક્કી થાય કે કયા દેશથી મુખ્ય મહેમાન આવે? 


કેવી રીતે નક્કી થાય છે કોણ બનશે મુખ્ય મહેમાન? 

મુખ્ય અતિથિ કોણ આવશે તે અંગેની પ્રક્રિયા અંદાજીત 6 મહિના પહેલા શરૂ થઈ જતી હોય છે. આ કામ મુખ્યત્વે વિદેશ મંત્રાલયના સભ્યો સંભાળતા હોય છે. કોઈ પણ દેશને આમંત્રણ આપતા પહેલા એવું જોવામાં આવે છે કે ભારતના તે દેશ જોડે કેવા સંબંધો છે. ભારતના તે દેશ જોડે હમણા કેવા સંબંધો છે, સંબંધો સારા છે કે નહીં તે બધુ જોવામાં આવે છે. તે બાદ આગળના સ્ટેપ પર વધવામાં આવે છે. દેશના રાજકીય, આર્થિક, સૈન્ય અને વ્યાપારી હિતોને ધ્યાનમાં રાખીને  આગળ વધવામાં આવે છે. 


1950થી વિવિધ દેશના વડા બની રહ્યા છે ભારતના મુખ્ય મહેમાન!

સૌથી પહેલા કોને કોને આમંત્રણ આપી શકાય તે અંગેનું લિસ્ટ બનાવવામાં આવે છે. લિસ્ટ બનાવ્યા બાદ તેને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પાસે મોકલવામાં આવે છે. લિસ્ટ મોકલ્યા બાદ મહેમાનોનો કાર્યક્રમ જોવામાં આવે છે. તે સમય આપી શકશે કે નહીં તે અંગે વિચારવામાં આવે છે અને તે બાદ ઔપચારિક રીતે કાર્યવાહી આગળ વધે છે. મુખ્ય અતિથિ આવવાની શરૂઆત વર્ષ 1950થી થઈ હતી. ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો ભારતના ગણતંત્ર દિવસ પરેડના પ્રથમ મુખ્ય અતિથિ બન્યા હતા. 

Republic Day 2024 Know How India Chooses Chief Guest For Celebration Interesting Facts Details in Hindi

ક્યારે કોને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા? 

ઈતિહાસની વાત કરીએ તો 1950-1970ના દાયકા દરમિયાન, ભારતે બિન-જોડાણવાદી ચળવળ અને પૂર્વીય બ્લોક સાથે સંકળાયેલા ઘણા દેશોના વડાને મુખ્ય યજમાન તરીકે બોલાવ્યા હતા. 1966માં ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના નિધનને કારણે મુખ્ય અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બે વખત એવું બન્યું કે ભારતે બે દેશના વડાને એક સાથે આમંત્રિત કર્યા હતા. અને એ વર્ષ હતું 1968 અને 1974. કોરોના મહામારીને કારણે વર્ષ 2021 અને 2022માં કોઈ મુખ્ય અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, વર્ષ 2023માં અલ્દેલ ફતહ અલ સિસી ભારતના મુખ્ય મહેમાન બન્યા હતા. આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ દેશના મુખ્ય યજમાન બન્યા છે.

Republic Day 2024 Know How India Chooses Chief Guest For Celebration Interesting Facts Details in Hindi

આ વખતે મુખ્ય મહેમાન બન્યા છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ  

ભારતે 26 જાન્યુઆરી પરેડમાં 36 એશિયન દેશોને મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે. આ પછી યુરોપના 24 દેશ અને આફ્રિકાના 12 દેશો પ્રજાસત્તાક દિવસ પર ભારત દેશના મહેમાન બન્યા છે. ભારતે દક્ષિણ અમેરિકાના પાંચ, ઉત્તર અમેરિકાના ત્રણ અને ઓશનિયા ક્ષેત્રના એકમાત્ર દેશની યજમાની કરી છે. બીજા દેશના વડાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવા પાછળ રાજનૈતિક સમીકરણો સામાન્ય રીતે જોડાયેલા હોય છે. ભારત દેશના મુખ્ય યજમાન કોણ બનશે તેની પર સૌ કોઈની નજર રહેલી હોય છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.