આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.
પાર, તાપી અને નર્મદા એ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. ઉપરાંત , ૩૯૫ કિલોમીટર લાંબી કેનાલ ખોદવાની પણ યોજના છે . હવે આપણે જોઈએ કે , ક્યા કયો ડેમ બનાવશે?

આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાંના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.
આ પ્રોજેક્ટને મંજૂરી UPA સરકાર દ્વારા ૨૦૧૦માં આપવામાં આવી હતી. UPA સરકારના પૂર્વ નાણાંમંત્રી પ્રણવ મુખર્જી દ્વારા તે વખતે પાંચ રિવર લિંક પ્રોજેક્ટની જાહેરાત બજેટ સ્પીચ વખતે કરવામાં આવી હતી . જેમાંથી એક હતો , પાર - તાપી - નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ માટે ત્રિપક્ષીય કરારો કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર , મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય છે . આ રિવરલિંક પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે , જે પણ ડેમ આ રિવરલિન્ક પ્રોજેક્ટ અંતર્ગત બને છે તેનું પાણી મુંબઈ, સૌરાષ્ટ અને કચ્છમાં લઈ જવામાં આવે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ. 2022માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે, પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે. ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો. પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેકટનો DPR રજૂ થયો છે, એટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરુ થયો છે. તો હવે પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુરમાં જે રેલી યોજી હતી.
બીજી , તરફ ગયિકાલે કેન્દ્રમાં જળશક્તિ મંત્રાલય દ્વારા પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને લઇને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે , આ પ્રોજેક્ટને સ્થગિત કરી દેવામાં આવ્યો છે .