વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "
આમ રાહુલ ગાંધીએ , પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કર્યો છે. આપને જણાવી દયિકે , રાહુલ ગાંધીએ લોકસભામાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ પર સવાલ પૂછ્યો હતો. આ સવાલનો જવાબ કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાને હતો. સવાલ એ છે કે , ૨૦૨૪-૨૦૨૫ માટે ઇન્ટર્નશિપ માટે કેટલી અરજીઓ આવી હતી? કેટલા લોકોને ઓફર મળી ? ખરેખર કેટલા લોકો ઇન્ટર્નશિપ કરી રહ્યા છે? તો આ બાબતે , મંત્રાલય તરફથી આનો જવાબ પણ આવ્યો છે , પીએમ ઈન્ટર્નરશિપ સ્કીમ માટે , ૧૦,૭૭,૦૦૦ લોકોના આવેદન પ્રાપ્ત થયા છે , જેમાંથી ૧,૫૩,૦૦૦ લોકોને ઓફર મળી છે. એમાંથી , ૯૪૫૩ લોકોએ ઇન્ટર્નશિપ જોઈન કરી છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો આરોપ છે કે , ઇન્ટર્નશિપ કરી રહેલા યુવાનોની સંખ્યા ઓછી છે કેમ કે , સ્ટાઈપેન્ડની રકમ ખુબ જ ઓછી છે.