Varanasi Loksabha Seatના BJP ઉમેદવાર Narendra Modi પાસે છે કેટલી મિલકત? જાણો કેટલી સંપત્તિના માલિક છે પીએમ મોદી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-15 17:07:03

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે... બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે.. ત્યારે ગઈકાલે પીએમ મોદીએ વારાણસીની લોકસભા બેઠક પરથી પીએમ મોદીએ દાવેદારી નોંધાવી હતી.. ઉમેદવારોએ એફિડેવિટ આપવી પડતી હોય છે જેમાં તેમની પાસે કેટલી મિલકત છે, કેટલું સોનું છે, તેમના અભ્યાસ સહિતની વિગતો આપવાની રહે છે.. નેતાઓ પાસે કેટલી સંપત્તિ છે તે જાણવાની ઉત્સુકતા લોકોને હોય છે ત્યારે પીએમ મોદીએ પણ એફિડેવિટમાં આ અંગેની માહિતી આપી છે.. 

narendra modi


શું છે આવકનું સ્ત્રોત? 

ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પરથી મળેલા ડેટાના આધારે પીએમ મોદીએ છેલ્લા 5 વર્ષમાં 84 લાખ રુપિયાની કમાણી કરી... 2024ની એફિડેવિટ પ્રમાણે નાણાંકીય વર્ષ 2018-19ની સરખામણીમાં 2022-23માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કમાણી બમણી થઈ ગઈ છે. 2018-19માં પીએમ મોદીએ તેમની આવક 11.14 લાખ રૂપિયા જાહેર કરી હતી, જ્યારે ગયા નાણાકીય વર્ષમાં તેમની આવક 23.57 લાખ રૂપિયા હતી.... તેમની આવક 2019-20માં 17.21 લાખ રૂપિયા, 2020-21માં 17.08 લાખ રૂપિયા અને 2021-22માં 15.42 લાખ રૂપિયા હતી. વડાપ્રધાને જણાવ્યું છે કે તેમની આવકનો સ્ત્રોત સરકાર તરફથી મળતો પગાર અને બેંકો પાસેથી મળતું વ્યાજ છે. તેમની પાસે કમાવાનું બીજું કોઈ સાધન નથી..... 



પીએમ પાસે નથી પોતાનું વાહન..!

પીએમ મોદીએ નાણાકીય વર્ષ 2023-24માં 3 લાખ 33 હજાર 179 રૂપિયાનો આવકવેરો ચૂકવ્યો છે...નરેન્દ્ર મોદી પાસે કોઈપણ પ્રકારના હથિયાર નથી. તેમની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલ નથી. PMએ 15 વર્ષથી એક પણ જ્વેલરી ખરીદી નથી.....પીએમ પાસે લગભગ 45 ગ્રામ વજનની ચાર સોનાની વીંટી છે.... 2019માં આ સોનાની કિંમત 1.13 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે...આ કિંમત 5 વર્ષમાં વધીને 2.67 લાખ રૂપિયા થઈ ગઈ છે.... 2024ના એફિડેવિટમાં તેમની કિંમત 2 લાખ 67 હજાર 750 રૂપિયા જણાવવામાં આવી છે. તેમની પાસે કોઈ ટુ વ્હીલર કે ફોર વ્હીલર નથી તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. તેમની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલ નથી.


જંગમ સંપત્તિમાં થયો છે વધારો!

વડાપ્રધાન મોદીની કુલ જંગમ સંપત્તિ 3 કરોડ 2 લાખ 6 હજાર 889 રૂપિયા છે. છેલ્લા 5 વર્ષમાં તેમની જંગમ સંપત્તિ લગભગ બમણી થઈ ગઈ છે. 2019માં પીએમ મોદીની જંગમ સંપત્તિ 1.41 કરોડ રૂપિયા હતી. આ સાથે જ 2007ની ગુજરાત ચૂંટણી પર નજર કરીએ તો પીએમ મોદીની જંગમ સંપત્તિ 25 ગણી વધી છે.17 વર્ષમાં એમની જંગમ સંપતિમાં 25 ગણો વધારે થયો છે... 2007માં તેમની જંગમ સંપતિ 12.56 લાખની હતી. 2012માં 33.42 લાખ, 2014માં 65.91 લાખ, 2019માં 1.41 કરોડ અને 2024માં 3.02 કરોડની જંગમ સંપત્તિ થઈ... 


સ્થાવર મિલકત નથી કારણ કે... 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે હવે કોઈ સ્થાવર મિલકત નથી... કારણ કે તેમણે પોતાના 2024ના સોગંદનામામાં ગુજરાતના ગાંધીનગરમાં આવેલી જમીનનો ઉલ્લેખ નથી કર્યો. આની પહેલાની ચૂંટણીમાં એટલે કે 2019માં રહેણાંકની જમીન દર્શાવવામાં આવી હતી. હકીકતમાં મોદીએ આ જમીન મનમંદિર ફાઉન્ડેશનને દાનમાં આપી છે, જેના પર નાદ બ્રહ્મ કલા કેન્દ્ર બનાવવામાં આવશે. 31 માર્ચ, 2022ના રોજ નરેન્દ્ર મોદીના આવકવેરા રિટર્નમાં આ વિશે કોઈ માહિતી નહોતી. બાદમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન મોદીએ આ જમીન દાનમાં આપવાનો ઉલ્લેખ કર્યો હતો.... 



જંગમ અને અચલ સંપત્તિ 3.02 કરોડ રૂપિયા થઈ ગઈ!

ઉલ્લેખનિય છે કે 2002માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે આ રહેણાંક જમીન લગભગ 1.31 લાખ રૂપિયામાં ખરીદી હતી. તેમાં એક ચતુર્થાંશ ભાગની માલિકી હતી. આ જમીન પર બાંધકામ વગેરે માટે 2.47 લાખનું રોકાણ પણ કરવામાં આવ્યું હતું. 2019માં તેની બજાર કિંમત 1.10 કરોડ રૂપિયા હતી. આ સિવાય વડાપ્રધાન મોદીના નામે ખેતીની કે બિનખેતીની જમીન અને કોમર્શિયલ બિલ્ડિંગ નથી.આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ જંગમ અને અચલ સંપત્તિ 3.02 કરોડ રૂપિયા થઈ ગઈ છે..... 


કેટલું છે બેન્કમાં બેલેન્સ? 

વડાપ્રધાન બન્યા બાદ મોદીની સંપત્તિમાં પાંચ ગણો વધારો થયો છે..પ્રધાનમંત્રી બન્યા પછી તેમના બેન્ક બેલેન્સમાં 5 ગણો વધારો થયો... બેંક બેલેન્સની હું વાત કરું છું ત્યારે બેંક ખાતામાંની રકમ અને ફિક્સ ડિપોઝીટનો પણ આમા સમાવેશ થાય છે.... 2007માં બેંક બેલેન્સ 8.55 લાખ હતું, 2012માં 27.24 લાખ, 2014માં 58.54લાખ 2019માં 1.28 કરોડ અને 2024માં બેન્ક બેલેન્સ 2.86 કરોડ થયું..... વડાપ્રધાન મોદી પાસે 2019માં 38 હજાર 750 રૂપિયા રોકડા હતા, જ્યારે હવે તેમની પાસે 52 હજાર 920 રૂપિયા રોકડા છે.

પીએમ મોદીની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ગાંધીનગર શાખાના બેંક ખાતામાં 73 હજાર 304 રૂપિયા રોકડા જમા છે. તે જ સમયે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, વારાણસીમાં 7 હજાર રૂપિયા જમા છે. આ ઉપરાંત આ જ બેંકમાં 2 કરોડ 85 લાખ 60 હજાર 338 રૂપિયાની ફિક્સ ડિપોઝીટ પણ છે. 2019માં નરેન્દ્ર મોદી પાસે લગભગ 1.27 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ હતી.


એનએસસીમાં રોક્યા છે આટલા લાખ રૂપિયા

પીએમ મોદીએ બચત, વીમા અને રોકાણ યોજનાઓમાં પણ કેટલાક પૈસા રોક્યા છે. એફિડેવિટ અનુસાર પીએમ મોદીએ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)માં 9 લાખ 12 હજાર 398 રૂપિયા જમા કરાવ્યા છે. અગાઉ તેમના નામે લગભગ 2 લાખ રૂપિયાની LIC પોલિસી પણ હતી. આ સિવાય 2012થી 20 હજાર રૂપિયાના L&T ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ (ટેક્સ સેવિંગ) હતા, જે હવે નથી.


શૈક્ષણિક યોગ્યતા વિશે પણ આપી માહિતી

પીએમ મોદીએ એફિડેવિટમાં પોતાની શૈક્ષણિક યોગ્યતા વિશે પણ માહિતી આપી છે. આ મુજબ પીએમ મોદીએ 1967માં એસએસસી બોર્ડ, ગુજરાતમાંથી SSCની પરીક્ષા પાસ કરી હતી. તેમણે 1978માં દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને 1983માં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી માસ્ટર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.