'ચૂંટણી લડવા માટે પૈસા નથી' એવું કહેનારા નાણામંત્રી નિર્મલા સિતારમણ પાસે કુલ કેટલી સંપત્તિ છે? જાણો....


  • Published By :
  • Published Date : 2024-03-29 12:23:10

લોકસભા ચૂંટણીના ઉમેદવારને લઈ અનેક અપડેટ સામે આવતી હોય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. દિગ્ગજ નેતાઓને ટિકીટ આપવામાં આવી છે પરંતુ ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે કારણ કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. આવું નિવેદન તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન આપ્યું હતું જેની ચર્ચા થઈ રહી છે. આ બાદ સવાલ એ થાય કે લોકસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારને કેટલા પૈસાની જરૂર હોય?. ઉમેદવાર તરીકે એટલા પૈસા પણ નાણા મંત્રી પાસે નથી કે તે ચૂંટણી લડી શકે!


ચૂંટણી પાછળ ઉમેદવાર કેટલા લાખનો કરી શકે છે ખર્ચો? 

ભારતીય જનતા પાર્ટી દ્વારા નિર્મલા સીતારમણને લોકસભા ચૂંટણી માટે ઓફર આપવામાં  આવી હતી. પરંતુ નાણા મંત્રીએ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો એમ કહી કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. પ્રશ્નએ આવીને ઉભી રહ્યો છે કે એટલા તો કેટલા પૈસા હોવા જોઈએ? ચૂંટણી પંચના નિયમોની વાત કરીએ તો ચૂંટણી લડતા દરેક ઉમેદવારો માટે નાણાં ખર્ચવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે આ મર્યાદા 95 લાખ રૂપિયા છે. તે જ સમયે, વિધાનસભા ચૂંટણી લડનાર ઉમેદવાર 40 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાથી વધુ ખર્ચ ઉમેદવાર દ્વારા કરી શકાશે નહીં. 



2022માં આટલી હતી સંપત્તિ નાણા મંત્રી પાસે... 

નિર્મલા સીતારમણે 2022 માં રાજ્યસભાના નામાંકન દરમિયાન તેમની સંપત્તિ જાહેર કરી હતી. એફિડેવિટ અનુસાર, તે સમયે નિર્મલા સીતારમણ પાસે 63 લાખ રૂપિયાની જંગમ અને 1 કરોડ 87 લાખ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી. કુલ રૂ. 2.5 કરોડ હતી. મહત્વનું છે કે રાજ્યસભાના સાંસદ તરીકે તેમને પગાર પણ મળ્યો છે જેને કારણે તેમની સંપત્તિમાં વધારો પણ થયો હશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે