રામ મંદિરથી UP સરકારને દર વર્ષે કેટલી કમાણી થશે? SBI રિસર્ચના રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2024-01-22 13:41:32

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સોમવારે 22 જાન્યુઆરીના રોજ ચાલી રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ ઉત્તર પ્રદેશ સરકારને જબરદસ્ત આર્થિક ફાયદો થશે  તેવું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. SBI રિસર્ચના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ સરકારના બજેટ મુજબ નાણાકિય વર્ષ 2024માં તેમની ટેક્સ રેવન્યુ 2.5 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે. SBI રિસર્ચના જણાવ્યા મુજબ વર્ષ 2022ની તુલનામાં વર્ષ 2024માં ઉત્તર પ્રદેશમાં ટૂરિસ્ટ સ્પેન્ડિગ એટલે કે પર્યટકો દ્વારા કરવામાં આવતો ખર્ચ લગભગ બમણો થવાનું અનુમાન છે.


ટૂરિસ્ટ સ્પેડિંગ 4 લાખ કરોડે પહોંચશે


SBI રિસર્ચના રિપોર્ટ મુજબ વર્ષ 2024ના અંત સુધીમાં રાજ્યમાં ટૂરિસ્ટ સ્પેડિંગ 4 લાખ કરોડ રૂપિયાથી વધી શકે છે. વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં સ્થાનિકોએ 2.2 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો, જ્યારે વિદેશી પર્યટકોએ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. વર્ષ 2022માં 32 કરોડ જેટલા સ્થાનિક પર્યટકો ઉત્તર પ્રદેશ આવ્યા હતા. જે તેના આગલા વર્ષની તુલનામાં લગભગ 200 ટકા વધુ છે. રામ મંદિરના ઉદઘાટન બાદ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ અયોધ્યા પહોચે તેવું અનુમાન છે. 



રેન્દ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર રહતી એને શરદી તાવ આવતો પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા જ્યાં ભૂવાએ અગરબત્તીથી બાળકીથી જામ આપ્યા. તબિયત બગડી અને બાળકીનું નિપજ્યું મોત.

પાંચ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બે તબક્કાઓ માટે મતદાન થવાનું શેષ છે. આ વખતે 2014-2019 જેવો માહોલ જોવા મળ્યો ના હતો. મતદાતા જાણે કન્ફ્યુઝ હોય તેવું લાગે છે..

ગુજરાતના અનેક શહેરો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર નોંધાઈ ચૂક્યું છે. હવામાન વિભાગે અનેક શહેરો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. એએમસી દ્વારા અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

પાંચમા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. 94 બેઠકોના મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાન થઈ રહ્યું છે. પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 56.68 ટકા મતદાન થયું છે.