સટ્ટાખોરીના રવાડે ચડેલા પતિએ પત્નીને જ દાવ પર લગાડી.. મહાભારતકાળની યાદ અપાવતો કિસ્સો વાંચીને આશ્ચર્ય થશે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-31 20:35:30

કળિયુગના આ સમયમાં પ્રેમ, લાગણી અને માનવીય મૂલ્યોનું જે પ્રકારે ધોવાણ થઇ રહ્યું છે તેને લઇને અનેક વિચારો આવે કે આપણે પતનની આટલી ઉંડી ગર્તામાં કઇરીતે ધકેલાઇ ગયા? માણસ જ માણસનો કાળ બનીને તેને ભરખી જશે તો પછી દુનિયામાં કોને માટે જીવવું?

ક્રાઇમ સ્ટોરીમાં આજે વાત કરવી છે.. અમદાવાદની એક ઘટનાની જેેણે મહાભારત કાળની યાદ અપાવી દીધી..  એક પતિએ તેની પત્નીને દ્રૌપદી બનાવી દીધી અને પત્નીને જ દાવ પર લગાવી પૈસા કમાવ્યા..

આ વાત છે ઉત્તરપ્રદેશની એક યુવતીની જે પોતાના પરિવાર સાથે મુંબઇ રહેતી હતી..એક દિવસ તેનો પરિચય એક યુવક  સાથે થાય છે જે તેને બિઝનેશમેન હોવાની ઓળખ આપે છે..અને કહે છે કે હું મારા કામને લીધે હાલ મુંબઇ છું.. બંનેની મુલાકાતો વધતી જાય છે..  અને મુલાકાતો પ્રેમમાં પરિણમે છે.. આ યુવકે પોતાનું નામ રાકેશ હોવાનું જણાવ્યું.. 

રાકેશ આ યુવતીને કહેતો હતો કે મારો ખૂબ જ મોટો બિઝનેસ છે, મારી પાસે પૈસો, કારકિર્દી બધુ જ  છે પણ એવું કોઇ છે નહિ કે જેની સાથે હું આ બધું શેર કરી શકું.. મને એવા કોઇ સાથીની તલાશ છે કે જે મને સાચવે મારી કેર કરે,, બસ આ પ્રકારની ઇમોશનલ વાતો તેણે આ યુવતી સાથે કરી તેને ભોળવી.. તે પછી આ યુવતી અને રાકેશ બંને 2 વર્ષ લગ્ન વગર અમદાવાદમાં સાથે રહ્યા.. અને  તે પછી બંને એ લગ્ન કર્યા. લગ્ન બાદ તેમને ત્યાં એક દીકરીનો પણ જન્મ થયો હતો. અમુક સમય વીતતાં આ યુવતી ની આંખો ખૂલી ને તેને ખ્યાલ આવ્યો કે રાકેશ કોઈ વેપારી નહીં, પણ સટ્ટાબાજ છે અને તે સટ્ટામાં લાખો રૂપિયા દાવ પર લગાવે છે.

રાકેશને આ સટ્ટાનો ખેલ બંધ કરાવવા માટે માયા અવારનવાર તેની સાથે ઝઘડતી. તેને સટ્ટો રમવાનું બંધ કરવાનું કહેતી તો રાકેશ ગુસ્સે થઈ જતો અને તેને માર મારતો હતો. એક દિવસ રાજીવ સટ્ટાની અંદર લાખો રૂપિયા હારી ગયો અને હવે તેની પાસે દાવ પર લગાવવા માટે કશું જ વધ્યું ન હતું એટલે તેણે પોતાની પત્નીને દાવ પર લગાવી સટ્ટો રમવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેની માથે દેવું થઈ ગયું ત્યારે તેણે યુવતીને કહ્યું, તારે મારું દેવું ભરવા માટે મારા મિત્ર સાથે અથવા તો હું જેની સાથે કહું તેની સાથે સંબંધ રાખવા પડશે અને હું કહું ત્યાં સૂઈ પણ જવું પડશે. યુવતીએ પોતાના પતિની આ અનૈતિક માગ સામે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો પણ માયા ના પાડે તો રાકેશ તેની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો એટલે મજબૂરીમાં તેણે પોતાનું શરીર વેચવું પડ્યું અને એ રૂપિયા રાકેશને આપતી હતી. આ રૂપિયા રાકેશ મોજમજા કરવા માટે વાપરતો હતો. યુવતી આ બધામાંથી બહાર નીકળવા માગતી હતી એટલે હવે તેણે રાકેશને સ્પષ્ટપણે ના પાડી દીધી કે હવે તે તેના માટે કોઈ સાથે નહિ સૂવે. રાકેશ આ વાત સાંભળીને ક્રોધે ભરાઈને યુવતીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેની દીકરીને પોતાની પાસે રાખી લીધી હતી. પોતાના મિત્રની મદદથી માયા અલગ રહેવા લાગી અને સટ્ટાબાજ પતિ પાસેથી પોતાની દીકરી પાછી મેળવવા માટે માયા સતત પ્રયાસ કરતી હતી પણ રાકેશ તેને કોઈપણ સંજોગે દીકરી આપવા તૈયાર નહોતો. આખરે રાકેશના મિત્રો પણ માયાને ધમકી આપવા લાગ્યા અને કહ્યું કે તે પાછી આવી જાય અને રાકેશ જેમ કહે છે તેમ કરે. આ ધમકીઓથી કંટાળીને યુવતીએ પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે પતિની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.. 

પતિ પત્નીના સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય  અને હૈયું હચમચી જાય તેવી આ ઘટના છે અને આ પ્રકારની જ ઘટનાઓ લોકોમાં એક અસુરક્ષાનું, એક અસલામતિનું વાતાવરણ જન્માવે છે.. આ પ્રકારની ઘટનાઓને લીધે એવા શબ્દો સંભળાય કે લ્યો લવ મેરેજ કર્યા એટલે આ પરિણામ આવ્યું, પણ શું એરેન્જ હોત  તો આ યુવતી સલામત  હોત? એટલે પ્રશ્ન લવ મેરેજ કે એરેન્જ મેરેજ નથી પણ માણસના મૂલ્યોનો છે.. પણ અત્યારના સમયમાં મૂલ્યો એટલા મહત્વના નથી રહ્યા .. અત્યારે લાગણી મહત્વની નથી, પ્રેમ કે સન્માન મહત્વનું નથી.. અતયારે બોલબાલા છે ફક્ત જૂઠની, સ્વાર્થની, મોહની, વાસનાની.. અત્યારના લોકો અંધ છે.. કલ્પના પણ ન કરી હોય એવા કૃત્યો લોકો આચરતા થઇ ગયા છે.. અને હવે સૌ કોઇ એક  જ વાત વિચારે છે.. કે આવનારો સમય કેવા કેવા દિવસો બતાવશે..



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.