'7 દિવસમાં જ દેશમાં લાગુ થઈ જશે CAA,ગેરંટી આપી રહ્યો છું...' કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનો મોટો દાવો


  • Published By :
  • Published Date : 2024-01-29 15:58:54

કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે નાગરિક સુધારા કાયદા  (citizenship amendment act)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે આગામી 7 દિવસમાં CAA સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. શાંતનુ ઠાકુર દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક જાહેરસભાને સંબોધી રહ્યા હતા. તેમણે મંચ પરથી આ અંગે ગેરંટી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું મંચ પરથી ગેરંટી આપું છું કે માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં CAA એક સપ્તાહની અંદર લાગુ થઈ જશે.


શાંતનુ ઠાકુરે શું કહ્યું?


કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આ રાજ્યના મુખ્યમંત્રી કહે છે, જો તમારી પાસે મતદાર કાર્ડ છે, જો તમારી પાસે આધાર છે, તો તમે નાગરિક છો. તમે મત આપી શકો છો. તમે મતદાન કરનાર નાગરિક છો, પરંતુ અહીં મેં સાંભળ્યું છે કે હજારો લોકોને મતાધિકારથી વંચિત કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જે લોકોને વોટના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે તે તમામ મતુઆ સમુદાયના છે. આ તમામ ભાજપના સમર્થક છે, તેથી તેમને વોટર કાર્ડ આપવામાં આવ્યા નથી.


ગૃહમંત્રી અમિત શાહે પણ આપ્યું હતું નિવેદન


કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ડિસેમ્બરમાં  CAAને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે  CAAને લઈને લોકોને ગુમરાહ કરવામાં આવે છે. કાયદાને લાગુ કરવામાં આવશે કે નહી,  આ મુદ્દે હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે તેને લાગુ કરવાથી કોઈ રોકી શકશે નહીં. અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. 


વર્ષ 2019માં સંસદમાં પાસ થયો હતો કાયદો


ઉલ્લેખનિય છે કે ડિસેમ્બર 2019ના રોજ સંસદમાંથી  CAA બિલ કપસાર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમગ્ર દેશમાં તેને લઈને અનેક સ્થાનો પર પ્રદર્શન થયા હતા. આ કાયદા મુજબ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા પ્રતાડિત ગેર મુસ્લિમો (હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી, અને ઈસાઈ)ને ભારતની નાગરિક્તા આપવામાં આવશે. જો કે અનેક રાજ્યોએ  CAA વિરૂધ્ધ કાનુન બનાવ્યો છે, તેમાં પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે