ભડકેલી હિંસા વચ્ચે I.N.D.I.Aના સાંસદો પહોંચ્યા મણિપુર, રાહત શિબિરોની લીધી મુલાકાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-29 15:18:32

મહિનાઓ વિત્યા છતાંય મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ. દિવસેને દિવસે હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે, ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બે મહિલાઓને નગ્ન કરી તેમની પરેડ નીકાળવામાં આવી હતી અને તેમની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના ઘણી જૂની હતી પરંતુ ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે આ સમાચાર મણિપુર સુધી સિમીત રહી હતી. પરંતુ ઈન્ટરનેટ સેવા શરૂ થતાં વીડિયો વાયરલ થયો. લોકોમાં વીડિયોને જોઈ ભારે રોષ હતો અને તે લોકો અધર્મી લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ હતી. આ મામલે અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલાની તપાસ પોલીસ નહીં પરંતુ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. 

INDIA  ગઠબંધનના સાંસદો પહોંચ્યા મણિપુર

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે ત્યારે ભારે હોબાળો થયો છે, જેને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. ત્યારે થોડા સમય પહેલા મણિપુરની મુલાકાત રાહુલ ગાંધીએ લીધી હતી. રાહતશિબિરોમાં રહેતા લોકો સાથે તેમણે વાતચીત કરી હતી. તેમની આપવીતિ જાણી હતી. ત્યારે INDIA  ગઠબંધનના 21 જેટલા સાંસદો બે દિવસ માટે મણિપુરની મુલાકાતે પહોંચ્યા છે. 21 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ મણિપુર પહોંચ્યું છે અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું છે. 

પીએમ મોદી મણિપુર મુદ્દે નિવેદન આપે તેવી વિપક્ષી નેતાઓની માગ

મહત્વનું છે કે જ્યારે જ્યારે કેન્દ્રીય નેતાઓને મણિપુર વિશે પૂછવામાં આવે છે ત્યારે ત્યારે તેઓ છત્તીસગઢ, રાજસ્થાન પર પ્રશ્ન પૂછે છે. સંસદમાં સત્રની શરૂઆત થાય તે પહેલા પીએમ મોદીએ મણિપુરથી સામે આવેલા મહિલાના વીડિયો વિશે પોતાનું નિવેદન આપ્યું હતું, તે દરમિયાન પણ તેમણે બીજા રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. તે સિવાય કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ સંસદમાં મણિપુર વિશે ઓછું અને રાજસ્થાન, છત્તીસગઢની વાતો વધારે કરી હતી. શું નેતાઓ રાજ્ય સરકાર કોની છે તેનાથી પર થઈ ક્યારે વિચારશે? પીએમ મોદી મણિપુર મામલે કોઈ એક્શન લે તેમજ કોઈ નિવેદન આપે તેવી રાજકીય પાર્ટીઓની માગ છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે