I.N.D.I.A. એલાયન્સનું કન્વિનર પદ નીતિશ કુમારે ઠુકરાવ્યું, મલ્લિકાર્જુન ખડગે બન્યા અધ્યક્ષ


  • Published By :
  • Published Date : 2024-01-13 16:14:25

લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષોના બનેલા ઈન્ડિયા ગઠબંધને તેમના અધ્યક્ષ પસંદ કરી લીધા છે. ઈન્ડિયા ગ્રૂપની વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામ પર સંમતી બની છે. હવે એ નક્કી થઈ ગયું છે કે ઈન્ડિયા બ્લોકની કમાન હવે દલિત નેતા મલ્લિકાર્જુન ખરગેના હાથમાં રહેશે. વિપક્ષોની બેઠકમાં સીટોની વહેંચણી  પહેલા અધ્યક્ષના નામ પર સંમતી બની ગઈ છે. જો કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ઈન્ડિયા એલાયન્સના કન્વિનર બનવાની ચર્ચા હતી, જો કે નીતીશ કુમારે કન્વિનર પદ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો છે. નીતીશે કહ્યું કે તેમને પદની કોઈ લાલસા નથી. 


વર્ચ્યુઅલ મીટિંગમાં આ નેતાઓ જોડાયા


લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે રચાયેલા 28 પક્ષોના ગઠબંધનની એક મહત્વપૂર્ણ બેઠક શનિવારે યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, એનસીપી ચીફ શરદ પવાર, બિહારના સીએમ નીતિશ કુમાર, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી)ના નેતા સીતારામ યેચુરી, તમિલનાડુના સીએમ અને ડીએમકે ચીફ સ્ટાલિન સહિત 14 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. થયું. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, સપાના નેતા અખિલેશ યાદવ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બેઠકમાં હાજર રહ્યા ન હતા.


નીતીશ કુમારે શું કહ્યું?


મીડિયા રિપોર્ટ મુજબ ગહન વિચાર-વિમર્સ બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષી જુથ ઈન્ડિયાના અધ્યક્ષ બનાવ્યા છે. બિહારના મુખ્યમંત્રી આ ટોચના પદ માટે મોટા દાવેદાર હતા. જો કે આ બેઠકમાં નીતીશ કુમારે કહ્યું  કે કોંગ્રેસમાંથી કોઈકે કમાન સંભાળવી પડશે. તેમણે કહ્યું કે મારી કોઈ પદમાં દિલચસ્પી નથી. આ ગઠબંધનને વાસ્તવિકપણે વિસ્તારવું જરૂરી છે. ગઠબંધનનમાં સામેલ રાજકીય પક્ષોને અકજુથ રાખવા પડશે. રાજનૈતિક વિશ્લેષકોનું માનનું છે કે ચેરપર્સન ચૂંટવા તે ઈન્ડિયા બ્લોકની સામે આવેલા અનેક પડકારોનું માત્ર એક પગલું છે. તેમણે હજું સીટોની વહેંચણી સહિતના મહત્વના મુદ્દાઓથી નિપટવાનું છે.  


ખડગેની જવાબદારી વધી 


ઈન્ડિયા ગઠબંધનના અધ્યક્ષ તરીકે પસંદગી પામેલા મલ્લિકાર્જુન ખડગે પર મોટી જવાબદારી આવી ગઈ છે. ઈન્ડિયા એલાયન્સના અધ્યક્ષ તરીકે ખડગેએ હવે એનડીએનો સામનો કરવો પડશે. એવામાં ખડગે સાથે સીટોની વહેચણી મોટો પડકાર બની રહેશે. ખડગે પર હવે કોંગ્રેસ ઉપરાંત ઈન્ડિયા એલાયન્સને એક સાથે રાખીને ચાલવું પડશે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.