સસ્પેન્ડ કરાયેલા IAS અધિકારી ગૌરવ દહિયાની વહીવટમાં વાપસી, રાજ્ય સરકારે સોંપી આ મહત્વની જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-07-04 16:09:21

ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લેતા સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે. રાજ્ય સરકારે  ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરની જવાબદારી સોંપી છે. સામાન્ય વહીવટના એડિશનલ સેક્રેટરી એ કે રાકેશ દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે. ગઈકાલે 3 જુલાઈએ સરકારે ડો. ગૌરવ દહિયાનું સસ્પેન્શન પાછું ખેંચ્યું હતું. હાલ એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા બી રાઠોડને તેમની વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે IAS ગૌરવ દહિયા સામે એક મહિલાએ જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ગુજરાત સરકારે તપાસ બાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દીધા હતા.

શા માટે સસ્પેન્ડ કરાયા હતા?


ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયાએ ફેસબુકમાં બનેલી દિલ્હીની એક ફ્રેન્ડ સાથે એક પત્ની હોવા છતાં બીજી પત્ની તરીકે લગ્ન કર્યા હતા. પ્રેમપ્રકરણમાં અચાનક કોઈ તકલીફ પડતાં બંને એકબીજા વિરૂદ્ધ ગુજરાત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 2017માં ગૌરવ અને લિનુ સિંહને ફેસબુકમાં પ્રેમ થયો હતો અને ત્યારબાદ બંન્ને દિલ્હીની શાગીલા હોટલમાં મળ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો કે, ગૌરવ દહીયા પરણિત હોવા છતાં મારી સાથે સબંધ બાંધ્યા હતા.  


IAS ગૌરવ દહિયાના પ્રેમપ્રકરણનો કેસ હાઈ પ્રોફાઈલ અને બહુચર્ચિત હોવાથી તત્કાલિન રૂપાણી સરકાર પર પણ તપાસનું દબાણ વધ્યું હતું. અંતે આ કેસ અંગે CM રૂપાણીના આદેશથી ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં 3 મહિલા IASની એક તપાસ કમિટીની રચના થઈ હતી જેમાં પીડિતાએ પોતાના નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તપાસ કમિટીએ પણ ગૌરવને આરોપી સાબિત કર્યો હતો. મહિલા IAS સુનયના તોમરે રૂપાણીને આ અંગે રિપોર્ટ સોંપ્યો હતો, ત્યાર બાદ તપાસ સમિતીના રિપોર્ટના આધારે ગુજરાત સરકારે ઓગસ્ટ 2019માં તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .