ગુજરાતના IAS અધિકારીઓની બદલી કરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 15:59:38

ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે. સરકારે પોલીસ બેડા સહિતના માળખાકીય બેડામાં ફેરફારો કર્યા બાદ IAS અધિકારીઓની પણ બદલી કરવાના આદેશ આપ્યા છે. ગુજરાત સરકારે હાલ 23 IAS અધિકારીની બદલીની જાહેરાત કરી છે. 


આયા બદલી કા મૌસમ

IAS એમ થેન્નારસનને અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનના ચેરમેન બનાવાયા 

IAS ડૉ. રાહુલ બી ગુપ્તાને જીઆઈડીસીના એમડી અને વાઈસ ચેરમેનનો વધારાની ચાર્જ સોંપાયો

IAS ડી. એસ. ગઢવીને આણંદના કલેક્ટર બનાવાયા 

IAS ધર્મેન્દ્રસિંહ જાડેજાને ડાંગ-આહવાના કલેક્ટર બનાવાયા 

IAS જીટી પંડ્યાને મોરબીના કલેક્ટર બનાવાયા 

IAS બીઆર દવે તાપી-વ્યારાના કલેક્ટર બનાવાયા 

IAS બીકે પંડ્યાને મહીસાગર-લુણાવાડાના કલેક્ટર બનાવાયા 

IAS પ્રવીણા ડી.કે.ને કચ્છ-ભુજના કલેક્ટર બનાવાયા 

IAS યોગેશ નીરગુડેને આદિવિકાસ બોર્ડના ડિરેક્ટર તરીકે બદલી 

IAS રમેશ મેરજા (બ્રિજેશ મેરજાના પિતરાઈ ભાઈ)ને ભાવનગરના કલેક્ટર બનાવાયા

IAS પીઆર જોશી ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS બીકે વસાવા સુરતના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS એસ. ડી. ધાનાણીને દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના કમિશનર બનાવાયા 

IAS એમ.વાય. દક્ષિણીને પંચાયત, ગ્રામ્ય ગૃહ, ગ્રામ્ય વિકાસ વિભાગના એડિશનલ સેક્રેટરી બનાવાયા 

IAS હરીભાઈ વઢવાણિયાને એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સીના ડિરેક્ટર બનાવ્યા

IAS ડૉ. મનીષ કુમારને ગુજરાત લિવલીહૂડ પ્રોમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બનાવ્યા 

IAS જેબી પટેલને યુવા અને સંસ્કૃતિ એક્ટિવિટીના ડિરેક્ટર પદે મૂકાયા

IAS યોગેશ ચૌધરીને ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા

IAS કે.એસ. વસાવાને ટેક્નિકલ એજ્યુકેશનના ડિરેક્ટર બનાવાયા 

IAS જસ્મીન હસરતને ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે