ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફાર નક્કી; ત્રણ દેશોએ ICCને લખ્યો પત્ર, જય શાહે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-07-27 22:18:19

ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં યોજાનાર ODI વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર થાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું  છે. BCCIના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી છે. શાહે કહ્યું કે ODI વર્લ્ડ કપમાં સામેલ ICCના 3 સભ્ય દેશોને વર્લ્ડ કપના શેડ્યૂલમાં સમસ્યા છે. જેના કારણે તેમાં ફેરફાર કરવામાં આવશે. જય શાહના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ પણ બદલવામાં આવશે. આ મેચ અગાઉ અમદાવાદમાં 15 ઓક્ટોબરે યોજાવાની હતી.


14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે

 

મંગળવારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવરાત્રિના કારણે ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર થઈ શકે છે અને મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે છે. આના એક દિવસ પછી, BCCI સેક્રેટરી જય શાહે કથિત રીતે ખુલાસો કર્યો છે કે વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફાર થવાનો છે. શાહના જણાવ્યા અનુસાર, ત્રણ સભ્ય દેશોએ ગુરુવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને પત્ર લખીને તેમના વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારની માંગ કરી હતી.


BCCI સેક્રેટરી શાહે પુષ્ટિ કરી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI સેક્રેટરી શાહે પુષ્ટિ કરી છે કે ICCના ત્રણ પૂર્ણ સભ્યોએ વાંધો વ્યક્ત કર્યા બાદ વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. શાહને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "ત્રણ સભ્ય દેશોએ તેમના વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર માટે ICCને પત્ર લખ્યો છે. અમે વર્લ્ડ કપની રમત દરમિયાન દર્શકોને પીવાનું પાણી મફત આપવા પર કામ કરી રહ્યા છીએ."


14 ઓક્ટોબરે યોજાઈ શકે ભારત-પાકિસ્તાન મેચ 


ICC અને  BCCIએ ગયા મહિને વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. શેડ્યૂલ મુજબ, કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ટકરાશે. અગાઉના રિપોર્ટ મુજબ, ભારત-પાકિસ્તાન મેચ એક દિવસ પહેલા 14 ઓક્ટોબરે યોજાઈ શકે છે. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "15 ઓક્ટોબરે નવરાત્રિની ઉજવણીનો પ્રથમ દિવસ હોવાથી, સુરક્ષા એજન્સીઓએ સલાહ આપી છે કે મોટી રમત, જેમાં સુરક્ષા અધિકારીઓની ભારે તૈનાતીની પણ જરૂર પડશે, તેથી તેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવે."


આ શહેરોમાં યોજાશે ક્રિકેટ મેચ 


ICCએ 27 જુને વનડે વર્લ્ડ કપના કાર્યક્રમનું એલાન કર્યું હતું જે અનુસાર 5 ઓક્ટોબરથી ભારતમાં તે શરુ થશે. વર્લ્ડ કપમાં કુલ 10 સ્થળોએ 48 મેચો રમાશે. 8 ઓક્ટોબરે ભારત ઓસ્ટ્રેલિયા સામે તેની પહેલી મેચ રમશે જ્યારે 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે.19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. દિલ્હી, ધર્મશાલા, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગલુરુ, લખનૌ, ચેન્નાઈ અને કોલકાતા વર્લ્ડ કપના 10 સ્થળો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 5 ઓક્ટોબરે અમદાવાદમાં તેની વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે