ICC T-20 World Cup 2024 : અમેરિકન ડિપ્લોમેટ ક્રિકેટ રમતા શીખ્યા..! આમણે શીખવાડ્યા ક્રિકેટના signature moves, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-03 17:48:18

ભારતીયો તો ક્રિકેટના શોખીન હોય છે તે આપણે જાણીએ છીએ... ક્રિકેટની મેચ હોય તો કામકાજ છોડીને લોકો મેચ જોતા હોય છે.. તેમાં પણ જો ICC T20 વર્લ્ડ કપ 2024ની મેચ હોય તો તો વાત જ નહી.. પરંતુ ના માત્ર ભારતીયો ક્રિકેટના શોખીન હોય છે પરંતુ બીજા દેશના લોકો પણ ક્રિકેટના શોખીન હોય છે.. ભારતીય ટીમના ખેલાડીઓ દ્વરા અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટના દાવ શીખવાડવામાં આવ્યા..

અમેરિકન ડિપ્લોમેટ ક્રિકેટ રમતા શીખ્યા..!

ક્રિકેટ રમવાનો અનેક લોકોને શોખ હોય છે.. પરંતુ અનેક લોકો એવા હોય છે જેમને ક્રિકેટ રમતા નથી આવડતું.. જો ક્રિકેટના અમુક દાવ શીખવવામાં આવે તો તેમને ક્રિકેટ થોડું થોડું રમતા આવડી જતું હોય છે. ત્યારે અમેરિકન ડિપ્લોમેટ માટે ક્રિકેટ ક્રેશ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.. અમેરિકન ડિપ્લોમેટને ક્રિકેટના દાવ શીખવાડ્યા હતા. ભારતીય ક્રિકેટરો મોહમ્મદ સિરાજ, ઉત્કર્ષ પવાર, રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને જીતેશ શર્માએ અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટના દાવ શીખવાડ્યા હતા. 


U.S.Consulate Mumbaiએ વીડિયો શેર કર્યો

એક વીડિયો U.S.Consulate Mumbai દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં અમેરિકાના રાજદ્વારીને ક્રિકેટની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.. વીડિયોની શરૂઆતમાં તેઓ ભારતના વખાણ કરે છે અને પછી પૂછે છે કે શું તમને ક્રિકેટ રમતા આવડે છે? T-20 in US... ક્રિકેટ રમવા માટે ટીમ યુએસ જવાની છે.



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે