વર્લ્ડ કપની ફાઈનલ મેચનો જબરદસ્ત ક્રેઝ, ભાડુ 80 હજાર છતાં એક જ દિવસમાં રેકોર્ડ 4.6 લોકોએ ભરી ઉડાન


  • Published By :
  • Published Date : 2023-11-20 20:35:08

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભલે ભારત હારી ગયું હોય પણ આ મહામુકાબલો દેશની એવિયેશન ઈન્ડસ્ટ્રીને ફળ્યો છે. આ ફાઈનલ મેચ એવિયેશન સેક્ટર માટે આશિર્વાદરૂપ બની છે. મેચના કારણે હવાઈ ​​ટ્રાફિકમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને એક જ દિવસમાં 4.6 લાખ સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી છે. આ આંકડો દિવાળીના દિવસ કરતા પણ વધુ છે. માહિતી અનુસાર, એક જ દિવસમાં ઘરેલુ મુસાફરોની આ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. 


મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી જાણકારી


ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલે દેશની વિવિધ એરલાઈન્સ કંપનીઓને નવી ઉર્જા આપી છે અને હવાઈ મુસાફરોની સંખ્યાને એક નવા રેકોર્ડ પર લઈ ગઈ છે. શનિવાર અને રવિવારે મુસાફરી કરનારા લોકોની સંખ્યા 9 લાખથી વધુ હતી. 18 નવેમ્બર શનિવારના રોજ ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા 4 લાખ 56 હજાર 748 હતી. જ્યારે 19 નવેમ્બર, રવિવારે ઘરેલુ મુસાફરોની સંખ્યા 4,56,910 હતી. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પોતાની એક્સ પોસ્ટમાં આ આંકડાઓની માહિતી આપી છે.


મુંબઈ એરપોર્ટ માટે ઐતિહાસિક સિદ્ધિ


 મુંબઈ એરપોર્ટ પર શનિવારે સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો. રવિવારના સમાચાર પર માહિતી શેર કરતી વખતે, અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. મુંબઈ એરપોર્ટે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. એક જ રનવે એરપોર્ટે એક જ દિવસમાં એટલે કે શનિવાર 18મી નવેમ્બરે રેકોર્ડ 1,61,760 મુસાફરોને સેવા આપી છે. આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે હવાઈ મુસાફરીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.


હવાઈ ​​ભાડું લગભગ 80 હજાર રૂપિયા


ઉલ્લેખનીય છે કે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Austrelia) વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેને જોવા લાખો લોકો અમદાવાદ પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં હોટેલ અને હવાઈ ભાડા સામાન્ય દિવસો કરતા અનેક ગણા વધારે હતા. કોલકાતાથી અમદાવાદ અને અમદાવાદથી કોલકાતાની એરલાઇનનું ભાડું 80 હજાર રૂપિયા સુધી હતું.



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....