જો તમારે પણ નાનું બાળક હોય તો ચેતી જજો , સુરતનો હ્રદય કંપાવનારો કિસ્સો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 17:45:58

જો તમે માતા હોવ તો કિસ્સો સાંભળીને ચેતીજજો. સુરતનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 10 માસનું બાળક ફુગ્ગોની નાની ગોટી ગળી જતાં મોત પામ્યું છે. બાળકને લઈ માતા સિવિલ હોસ્પિટલ આવી તો સિવિલ પરના ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.

 

બાળકે ફુગ્ગો ગળ્યો થયું મોત..

કોઈ પણ નાની બાબત ક્યારે મોટી બની જાયએ ખબર નથી હોતી આજે સુરતમાં જે ઘટના બનીતે એનું ઉદાહરણ છે. સુરતના ચલથાણ વિસ્તારમાં આવેલા શિવસાઈ બિલ્ડિંગમાં રહેતા 10 માસના બાળક સાથે ઘટના બની છે. બાળક રમતાં રમતાં રબરનો ફુગ્ગો ગળી જતાં તેનું મોત થયું છે. 10 માસનું બાળક આદર્શ પાંડે તેના અઢી વર્ષના ભાઈ પ્રિયંસુ પાંડે સાથે ઘરમાં રમી રહ્યો હતો. દરમિયાન રમતાં રમતાં 10 માસના બાળકે ફુગ્ગો મોઢામાં નાખી દીધો હતો અને એનું રબર ગળામાં ફસાઈ ગયું હતું, જેથી તેની માતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

 

બાળકને બચવા 5 હોસ્પિટલ ફર્યા

તેઓ તાત્કાલિક બાળકને લઈને હોસ્પિટલ ખાતે દોડી ગયા ગતા.  તેઓ 10 માસના બાળકના ગળામાંથી રબર બહાર કઢાવવા આસપાસની પાંચ જેટલી હોસ્પિટલોમાં ગયા હતા. પરંતુ બાળકના ગળામાં ચોંટેલું રબર બહાર નીકળતા અંતે તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.



થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ત્યાં જનસભાને સંબોધી હતી ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે તેઓ પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી પર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા...અનેક મુદ્દાઓને લઈ ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી..

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.