જો તમે પણ બુઢ્ઢી કે બાલ ખાવાના શોખીન હોવ તો ચેતી જજો! લેબ પરિક્ષણમાં આવ્યું ચોંકાવનારું પરિણામ કારણ કે આનું સેવન કરવાથી રહે છે કેન્સરનો ખતરો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-01 17:45:01

તમારાથી અનેક એવા લોકો હશે જેમણે નાનપણમાં બુઢ્ઢીના બાલ ખાધા હશે. ખાતા સમયે તમે પણ કહેતા હશો કે મજા આવી ગઈ. પરંતુ શું તમને ખબર છે કે એ બુઢ્ઢીના બાલ આપણા શરીર માટે કેટલુંક નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ દેશના બે રાજ્યો એવા છે જેમણે કોટન કેન્ડી પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ તમે જાણશો તો તમે પણ ચોંકી જશો. જ્યારે આ બુઢ્ઢીના વાળનું પરિક્ષણ કરવામાં આવ્યું ત્યારે બુઢ્ઢીના બાલ બનાવવા માટે કેમિકલ રોડામાઈનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું. આ એટલા ખતરનાક પદાર્થ છે કે તેનાથી કેન્સર થવાનો ખતરો પણ છે!

Buddhi ke Baal | गुड़िया के बाल कैसे बनाते हैं जानें | Cotton candy  supplies, Cotton candy, Candy


કોટન કેન્ડીને જોતા ખાવા માટે મન લલચાઈ જાય છે!

અમુક વસ્તુઓ, ખાદ્ય પદાર્થો એવા હોય જેને જોઈ ખાવાની ઈચ્છા થઈ જતી હોય. અનેક એવી વસ્તુઓ હોય છે જે બહારની ખાઈએ તો જ મજા આવે. ઘરે બનાવીએ તો તેવી મજા ના આવે કારણ કે બહાર જેવો ટેસ્ટ ન આવે. એવી જ એક વસ્તુ છે બુઢ્ઢીના બાલ અથવા તો જેને કોટન કેન્ડી પણ કહેવામાં આવે છે. કોટન કેન્ડીને જોઈ અનેક લોકોનું મન લલચાઈ જતું હોય છે. તેનો આકાર, તેના ટેસ્ટને કારણે અનેક લોકો લલચાઈ જાય છે અને ખાઈ લેતા હોય છે પરંતુ દેખાવમાં સારા લાગ્તા બુઢ્ઢી કે બાલને કારણે મોટી બીમારી થઈ શકે છે. સ્વાસ્થય પર તની ગંભીર અસર પડી શકે છે તેવો અહેવાલ સામે આવ્યો છે. 

Sugar Cotton Candy Floss make in machine, buddhi ke baal, बुद्धि के बाल  video - YouTube

બુઢ્ઢી કા બાલ બનાવવામાં થાય છે આ વસ્તુનો ઉપયોગ!

મીડિયા રિપોર્ટ અનુસાર બુઢ્ઢીના બાલનું પરિક્ષણ તમિલનાડુમાં કરવામાં આવ્યું. કોટન કેન્ડીના કેટલાક સેમ્પલ ચેન્નાઈના મરિન બીચ પરથી લેવામાં આવ્યા હતા જે બાદ તેનું પરિક્ષણ તમિલનાડુ સરકારી લેબમાં કરાયું હતું. પરિક્ષણમાં જે રિપોર્ટ આવ્યો તે ચોંકાવનારો હતો. કોટન કેન્ડી બનાવવા માટે કાપડ તેમજ ચામડાને રંગવા માટે લેવામાં આવતા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોડામાઈન બી પણ મળી આવ્યો હતો. આવા હાનીકારક પદાર્થ કોટન કેન્ડીમાંથી મળી આવતા તમિલનાડુ સરકારે બુઠ્ઠીના બાલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મહત્વનું છે કે આની પહેલા કોટન કેન્ડી પર પુડુચેરીએ પ્રતિબંધ મૂકી દીધો છે. 



બે રાજ્યોએ તો પ્રતિબંધ મૂકી દીધો ત્યારે ગુજરાતમાં ક્યારે મૂકાશે પ્રતિબંધ?

સ્વાસ્થ્ય માટે ખરાબ હોય તો તે ખાદ્ય પદાર્થ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. બે રાજ્યમાં તો કોટન કેન્ડી પર પ્રતિબંધ ફરમાવાઈ દેવાયો છે પરંતુ ગુજરાતમાં ક્યારે પ્રતિબંધ મૂકવામાં આવશે તે એક પ્રશ્ન છે. કારણ કે ગુજરાતમાં પણ અનેક સ્થળો પર કોટન કેન્ડી વેચવામાં આવતી હોય છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ ક્યારે જાગશે એ એક પ્રશ્ન છે. કારણ કે કોટન કેન્ડી બનાવવાની પદ્ધતિ તો સરખી જ હોય છે. ગુજરાતમાં પણ રોડામાઈન બીનો ઉપયોગ કરી કોટન કેન્ડી બનતી હશે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતની સરકાર આની પર પ્રતિબંધ મૂકે છે કે પછી કોઈ દુર્ઘટના થાય તેની રાહ જોવે છે. 



ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને નુકસાનીનો સર્વે કરવામાં આવે તે માટે પત્ર લખ્યો છે.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે ગોકળગાયની ગતિએ ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે વાત કરી હતી.. પત્રમાં તેમણે જણાવ્યું કે જો એક મહિનાની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો પરિસ્થિતિ ગત વર્ષ જેવી થશે..મુખ્યમંત્રી દ્વારા એક્શન લેવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.

ચારધામના દ્વાર ખુલતા જ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં આવી પહોંચ્યા છે જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે... અનેક લોકો મોબાઈલમાં રિલ બનાવતા હોય છે જેને કારણે ભીડ જામી જતી હોય છે. ત્યારે વ્યવસ્થા ના ખોરવાય તે માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કમોસમી વરસાદના રાઉન્ડ બાદ તાપમાનનો પારો સતત વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું..