જો તમે પણ મચ્છર કોઈલ વાપરતા હોવ તો ચેતી જજો, દિલ્હીમાં મચ્છર કોઈલના ધૂમાડાને કારણે થયા 6 લોકોના મોત, કોઈલના કારણે થાય છે શરીરને નુકસાન!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-31 16:01:18

મચ્છરથી બચવા અનેક લોકો મચ્છર કોઈલનો ઉપયોગ કરતા હોય છે. ઘણી બધી વખત કહેવામાં આવ્યું છે કે આ મચ્છર કોઈલનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ તો પણ અનેક લોકો મચ્છર કોઈલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ મચ્છર કોઈલ જીવલેણ સાબિત થઈ શકે છે તેવી ઘટના દિલ્હીથી સામે આવી છે. દિલ્હીની શાસ્ત્રી પાર્ક વિસ્તારમાંથી છ લોકોની લાશ મળી આવી હતી.  

ઘરમાંથી મળી 6 લોકોની લાશ! 

દેશની રાજધાની દિલ્હીથી એવી ઘટના સામે આવી છે જેમાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કારણ કે તેમણે ઉંઘતી વખતે મચ્છરને ભગાડવા વાળી કોઈલનો ઉપયોગ કર્યો હતો. અનેક વખત એવી ચેતવણી પણ આપવામાં આવતી હોય છે કે બંધ રૂમાં આવી કોઈલ સળગાવી ન જોઈએ. કોઈલ જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે આવી જ ઘટના દિલ્હીમાં બની છે. જ્યાં 6 જેટલા લોકોના મોત કોઈલ લગાવવાને કારણે થયા છે. 

Burning Mosquito Coils Can Kill You. YES, It's True | Mosquito Coil: મચ્છર  મારવા કરો છો કોઈલનો ઉપયોગ, તો સાવધાન થઇ શકે છે ગંભીર બીમારી

મચ્છર અગરબતીને કારણે પડે છે શ્વાસ લેવામાં તકલીફ!

રિપોર્ટસ પ્રમાણે પરિવાર રાત્રે કોઈલ લગાવીને ઉંઘી ગયો હતો. મચ્છર ભગાડવાની કોઈલમાંથી અનેક એવા ખતરનાક તત્વો નીકળતા હોય છે જે ઘાતક સાબિત થતાં હોય છે. તેમાંથી ડીડીટી, કાર્બન ફોસ્ફોરસ સહિત અનેક તત્વો નીકળતા હોય છે શ્વાસ લેવામાં તકલીફ કરતા હોય છે. બંધ રૂમમાં કોઈલ હોવાને કારણે રૂમની અંદર ગેસ ભરાઈ ગયો. જેને કારણે ઉંઘતા લોકોને શ્વાસ લેવાની તકલીફ પડી હતી. રૂમમાં કાર્બન મોનોક્સાઈડથી ભરાઈ ગયો હતો. જેને કારણે ઓક્સિજનની કમી રૂમમાં પડી. 


નાનકડી બેદરકારી જીવલેણ થઈ શકે છે સાબિત

જો શરીરમાં આ ગેસ ભરાઈ જાય તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. જેને કારણે મરવાની સંભાવનાઓ વધતી જણાય છે. એક રિચર્સમાં એવું પણ સામે આવ્યું છે મચ્છરની એક કોઈલ ફેફસાને બહું નુકસાન પહોંચાડે છે. કોઈલ દ્વારા થતું નુકસાન 100 સીગરેટમાં જેટલું નુકસાન થાય તેટલું હોય છે. ત્યારે મચ્છર કોઈલે પરિવારના સભ્યોનો ભોગ લીધો છે. મચ્છર કોઈલનો ઉપયોગ કરતા પહેલા ચેતવું જોઈએ કારણ કે તે જીવલેણ સાબિત થઈ શકે છે.    



ગુજરાતમાં અસહ્મ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રસ્તા પર ફરજ નિભાવતા પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે વડોદરા ટ્રાફિક પોલીસ કર્મીઓને એસી હેલ્મેટનું વિતરણ કરવામા આવ્યું છે. પોલીસકર્મીઓને કાળઝાળ ગરમીથી રક્ષણ મળશે.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધારો થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. અમરેલીનું તાપમાન સતત વધી રહ્યો છે. અમદાવાદના તાપમાન પણ વધારે વધી રહ્યો છે..

ભારતીય જનતા પાર્ટીએ 400 પારનો લક્ષ્યાંક રાખ્યો છે. અનેક રાજ્યો એવા છે જ્યાં ભાજપ સંતુપ્ત અવસ્થામાં પરંતુ અનેક એવા રાજ્યો એવા છે જ્યાં પાર્ટી મહેનત કરે છે તો 400 પાર કરવામાં પાર્ટીને મદદરૂપ રહેશે. વિપક્ષ પણ જો ધ્યાન કેન્દ્રીય કરે છે તો પરિણામમાં ફેરફાર આવી શકે છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે ટ્રેન્ડરની પાછળ ગાડી ઘૂસી જતા દુર્ઘટના સર્જાઈ અને આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થઈ ગયા છે.