હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.
૨૦૧૯નું એ વર્ષ જયારે હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયામાં અરામ્કો કંપનીની ઘણી જગ્યાઓને ડ્રોન દ્વારા ટાર્ગેટ કરી હતી. આ પછી તો ૨૦૨૨ના રશિયા યુક્રેન યુદ્ધથી ડ્રોનનો વ્યાપક ઉપયોગ થયો છે. ડ્રોનનો ઉપયોગ મુખ્યત્વે ત્રણ હેતુ માટે થાય છે. ISR = ઇન્ટેલિજન્સ , સરવેઇલન્સ અને રિકનાઈસન્સ . હવે જાણીએ કે ભારત પાસે ક્યા ડ્રોન છે . હેરોન ડ્રોન જે ઇઝરાયેલના છે તેની લંબાઈ લગભગ ૧૬ મીટરની હોય છે. આ ડ્રોન ઓટોનોમસ નથી એટલેકે આપોઆપ નથી ચાલતા તેનું સંચાલન એક પાયલટ દ્વારા થાય છે. આ ડ્રોન ભારત દ્વારા ૨૦૧૧માં ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવ્યા હતા. મુખ્યત્વે આ ડ્રોનનું કામ સર્વેલન્સનું હોય છે. આપને જણાવી દયિકે આ ડ્રોનસ ક્યારેય પોતાની સરહદ ક્રોસ નથી કરતા પરંતુ આપણી LOC અને આતરરાષ્ટ્રીય સરહદમાં રહીને જ સર્વેલન્સ એટલેકે દુશ્મનની દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે.
બીજા નંબરે આવે છે સર્ચર ડ્રોન જે , આપણે તેને હેરોન ડ્રોનના નાનાં ભાઈ તરીકે ગણી શકીએ છીએ. તેની કેપેસીટી હેરોન કરતા ઓછી છે. આ પછી આવે છે હેરૉપ ડ્રોન . ભારતે સાતમી અને આઠમીની રાતે પાકિસ્તાનને જે ભયંકર નુકશાન પહોંચાડ્યું તે આ ડ્રોન થકી જ પહોંચાડ્યું છે. તેને પણ ઇઝરાયેલ દ્વારા ડેવલપ કરાયા છે. આ એક સુસાઇડ ડ્રોન છે. સાથે જ લોઈટરિંગ ડ્રોન છે એટલેકે , પોતાના ટાર્ગેટની પાસે જતા પેહલા લગભગ ૯ કલાક સુધી હવા માં જ રહી શકે છે. આટલુંજ નહિ ભારતે કેટલાક પોતાના બનાવેલા આત્મનિર્ભર ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે જેનાથી પાકિસ્તાનને ખુબ મોટું નુકશાન થયું છે.
વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાને સ્વાર્મ ઓફ ડ્રોન્સનો ઉપયોગ કર્યો છે જે મધમાખીઓના ઝૂંડની જેમ અટેક કરે છે. આ પછી ભારતે કાઇનેટિક એટલેકે , મિસાઈલની રીતે અને નોન કાઇનેટિક એટલેકે જામર્સનો ઉપયોગ કરીને તેને પરાસ્ત કર્યા છે.