IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?
IMF એટલેકે , ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે થોડાક સમય પેહલા પાકિસ્તાનને $1 બિલિયન ડોલરની સહાય આપી છે. આ સહાય એક્સટેન્ડેડ ફંડ ફીસીલીટી અંતર્ગત આપવામાં આવી છે. પાકિસ્તાનને આ એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી જે $ 7 બિલિયન ડોલરની છે તે અંતર્ગત આ $1 બિલિયન ડોલરનો હપ્તો જાહેર થયો છે. તમે જોઈ શકો છો કે પાકિસ્તાન કેટલી હદે કંગાળ થઈ ચૂક્યું છે . વાત કરીએ ભારતની તો ભારતના સરકારના નાણાં મંત્રાલય દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે , ભારતે IMFની બોર્ડ મિટિંગમાં એબ્સ્ટન લીધું છે. એટલેકે વોટિંગ નથી કર્યું . સાથે જ ભારત સરકારે વિરોધ કરતા એવો તર્ક આપ્યો છે કે , પાકિસ્તાનનો લોન ચૂકવણીમાં ખુબ નબળો ટ્રેક રેકોર્ડ છે, આ ઉપરાંત પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ આતંકવાદની નિકાસમાં કરી શકે છે. માટે ભારતે ચિંતા વ્યકત કરી છે. વાત કરીએ કોંગ્રેસની તો , કોંગ્રેસે ભારત સરકારનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે , ભારતે એબ્સ્ટેઇન નહોતું કરવાનું પરંતુ ચોખ્ખી ના પાડવાની હતી . પરંતુ IMFની જે બોર્ડ મિટિંગ હોય છે તેમાં કોઈ પણ દેશને તેની નાણાકીય તાકાત પ્રમાણે વોટિંગ પાવર મળે છે. સાથે જ IMFના નિયમો મુજબ તમે "નો" એટલેકે , ના નહિ શકો . માત્ર તેની ફેવરમાં વોટ કરી શકો છો અથવા તો , ડિસેન્ટમાં વોટ કરી શકો છો .
હવે વાત વિશ્વના અન્ય દેશો જેમ કે યુરોપ અને અમેરિકાની તો , તો તેમના આતંકવાદને લઇને ડબલ સ્ટાન્ડર્ડ છે. અમેરિકા જયારે ઇરાક , અફઘાનિસ્તાન પર આક્રમણ કરે તો , તે પોતાની લડાઈ આતંકવાદ સામે ગણાવે છે પરંતુ જયારે ભારત કે પછી અન્ય કોઈ દેશમાં આતંકવાદના લીધે માણસો મરે તો , તેની કોઈ કિંમત હોતી જ નથી . એટલે તો વિકસિત દેશોએ IMFમાં ભારતનો સાથે ના આપ્યો ઉપરાંત , ભારત હંમેશાથી યુનાઇટેડ નેશન્સના મંચ પર માંગણી કરતુ આવ્યું છે કે , સમગ્ર વિશ્વમાં આતંકવાદની એક વ્યાખ્યા નક્કી થાય પરંતુ પશ્ચિમના દેશો તેની માટે પણ સહેમત નથી . આમ યુરોપ અને અમેરિકાની ડ્યુઆલીટી તેના પરથી સામે આવે છે.