મોતનો મલાજો ન જાળવી શકો તો કંઈ નહીં પણ મહેરબાની કરીને મોતનો તમાશો ન કરો - કોંગ્રેસ


  • Published By :
  • Published Date : 2022-11-01 10:52:37

રવિવારની સાંજે મોરબીમાં બનેલી દુર્ઘટના પર તમામ રાજકીય પાર્ટીઓએ શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટના પર પાર્ટીઓએ રાજકારણ કરવાની ના પાડી હતી. આ ઘટના પર રાજકારણ કર્યું પણ ન હતું. પરંતુ મોરબીથી એક વીડિયો સામે આવતા પાર્ટીઓ રાજકારણ કરી રહી છે. આ વીડિયો છે મોરબી સિવિલ હોસ્પિટલનો. હોસ્પિટલને વડાપ્રધાનના આગમન પહેલા રંગીન કરવામાં આવી હતી. આ વીડિયો પર રાજકારણ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

  

મોતનો તમાશો ન બનાવો - કોંગ્રેસ

મોરબીની ઘટના બાદ દરેક પાર્ટીએ કાર્યક્રમ રદ્દ કરી દીધા હતા. તમામ પાર્ટીએ પોતાની સહાનુભુતિ વ્યક્ત કરી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલનો વીડિયો સામે આવતા કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે એક બાજુ પરિવારોના જીવનના રંગ ભૂંસાઈ ગયા ત્યારે વડાપ્રધાનની મુલાકાતને લઈ સિવિલ હોસ્પિટલમાં રાતોરાત કલરકામ અને રીનોવેશન ચાલું કરવામાં આવ્યું. શું ખરેખર દર્દીની ખબર પૂછવા આવો છો???


આવા વ્યવહારની શું લોકોએ રાખી હશે આશા??? 

તંત્રની આવી કામગીરી પર સવાલ ઉઠવા વ્યાજબી છે. એક તરફ લોકોએ જ્યાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે આવી ઘટના બાદ તંત્ર દ્વારા આવા વ્યવહારની અપેક્ષા કોઈએ ન રાખી હોય. તંત્ર હોનારતને તો ન રોકી શક્યું પરંતુ દુ:ખમાં સહભાગી થાય તેવી આશા તો સૌ રાખે છે. જે પરિવારે પોતાના સભ્યને ગુમાવ્યો હશે, તે જો આ દ્રશ્ય જુવે તો તેના દિલમાંથી કેટલી હાય નીકળતી હશે. તેને કેટલુ દુખ થાય તેની કલ્પના આપણે ન કરી શકીએ.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .