“દારૂ પીવો છે” તો પહોંચી જાવ કાર્યાલય પર! Gandhidhamના BJP Officeનો ફરતો થયો વિડીયો જે જોઈ તમે કહેશો કે ચૂંટણી નજીક આવી...!


  • Published By :
  • Published Date : 2024-03-05 10:10:21

કચ્છ જિલ્લાના ગાંધીધામ  ભાજપ કાર્યાલયની બહારથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે  જોઈ તમને થશે કે દારૂબંધી કાયદાના લીરેલીરા ફરી ઉડ્યા. દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડવા તો જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગે છે હવે. પ્રતિદિન કોઈને કોઈ જગ્યાએથી કાંતો દારૂડિયા પકડાય છે અથવા તો દારૂની બોટલ ઝડપાય છે. આવા દ્રશ્યો જ્યારે અમે તમને બતાવીએ છીએ ત્યારે તમે કહેતા હશો કે કંઈક નવું બતાવો આવું થવું તો સામાન્ય છે. આ દ્રશ્યો આમ તો સામાન્ય જોવામાં લાગે છે પરંતુ હવે ચૂંટણી નજીક આવી રહી છે. અને આ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભાજપ કાર્યાલયની બહારના છે.

ભાજપના કાર્યાલયની બહાર જોવા મળી દારૂની બોટલ!

લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લક્ષી કાર્યાલયને ખુલ્લા મૂક્યા છે. આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે ગરીબ મતદાતાઓને દારૂની પોટલી,ચવાણું આપી દેવામાં આવે તો તે વ્યક્તિ તે પાર્ટીના પક્ષમાં વોટ કરતો હોય છે! ચૂંટણી વખતે સૌથી વધારે રોજગારીનું સર્જન ચૂંટણી વખતમાં થાય છે કારણ કે કાળા નાણાઓ બહાર આવે છે. આ સમય દરમિયાન વ્યાપક પ્રમાણમાં કાળા નાણાનો ઉપયોગ થાય છે. આપણે પણ અનેક વખત જાતિ અને ધર્મના આધારે વોટ આપીએ છીએ. 


ચૂંટણી નજીક આવતા આવા દ્રશ્યો અનેક વખત જોવા મળશે!

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ દારૂનું વેચાણ પણ વધશે. આવા વીડિયો અનેક વખત જોવા પણ મળશે. ગુજરાતમાં કહેવા માટે તો દારૂબંધી છે પરંતુ તેનો કેટલો અમલ થાય છે તે આપણે અનેક વખત જોઈ ચૂક્યા છે. ગાંધીધામ ભાજપના કાર્યાલય બહારથી દારૂની બોટલના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા કરે છે. ચૂંટણી સમયે આવા વીડિયો સામે આવતા એટલું કહી શકાય કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે અને પછી દારૂ પીને સૂઈ જશે..!



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે