ગીર સોમનાથ જિલ્લા તંત્રનો સપાટો, સોમનાથ મંદિર આસપાસ ગેરકાયદે દબાણો દૂર કરાયા


  • Published By :
  • Published Date : 2023-10-08 16:57:14

દેશના 12 જ્યોતિર્લિંગ પૈકીના એક ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિરની આસપાસ વધી રહેલા દબાણોને હટાવવા માટે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.  સોમનાથમાં તંત્ર દ્વારા હાથ ઘરવામાં આવેલી આવેલી આ દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારી કે. વી. બાટીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. તંત્રએ ચુસ્ત બંદોબસ્ત હેઠળ 9000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં ડીમોલેશન હાથ ધર્યું છે.


સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી


ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ અને સોમનાથ ને જોડતા મુખ્ય માર્ગ પર તેમજ આસપાસના સરકારી જગ્યા ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ 02 DYSP, 07 PI, 18 PSI, SOG,LCB, 02 SRP કંપની સહિત 300 થી વધુ પોલીસ સ્ટાફ ઝુંબેશની સુરક્ષામાં ફાળવવામાં આવ્યો છે.


9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં ડિમોલિશન


વેરાવળ અને સોમનાથ ને જોડતા મુખ્ય માર્ગ પર લગભગ 9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં 27 થી વધુ વાણિજ્ય હેતુના દબાણ આ ઉપરાંત અનેક દબાણો હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ગોઠવાયું છે. કોઈ તોફાની તત્વો શહેરમાં પ્રવેશ ના કરે તે માટે જિલ્લાની સરહદ શાંતિપરા પાટિયા અને સોમનાથ સર્કલ પર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે