ILO Unemployment Report : ચૂંટણી પહેલા સામે આવ્યો બેરોજગારોનો આંકડો! ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર! જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-01 12:57:51

ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે. ભારતને યુવાનોનો દેશ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.... પરંતુ ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર છે તેવો રિપોર્ટ  ILO અને IHD દ્વારા આપવામાં આવ્યો છે.! ILO એટલે  ઈન્ટરનેશનલ લેબર ઓર્ગોનાઈઝેશન અને IHD  એટલે ઈન્સ્ટીયુટ ઓફ હ્યુમન ડેવલેપમેન્ટ.. આ રિપોર્ટમાં બેરોજગારીની માહિતી આપવામાં આવી છે જે ચોંકાવનારી છે. બેરોજગારીમાં સૌથી વધારે આંકડો શિક્ષિત બેરોજગારોનો છે...


ચૂંટણી પહેલા આવ્યો બેરોજગારો અંગેનો રિપોર્ટ!

લોકસભા ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ચૂંટણીના માહોલમાં અનેક મુદ્દાઓ હશે જેને ઉઠાવવામાં આવશે. બેરોજગારી, મોંઘવારી, શિક્ષા જેવી વાતો પર નિવેદનો આપવામાં આવશે પરંતુ પરિણામ કંઈ નહીં આવે..! બેરોજગારીનું સંકટ ભારત દેશના યુવાનો પર સતત વધી રહ્યું છે. બેરોજગારી ઘટવાની બદલીમાં બેરોજગારી દર વધ્યો છે. શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 


આ રાજ્યોમાં સૌથી વધારે યુવાનો છે બેરોજગાર!

બેરોજગારોની સંખ્યામાં સૌથી મોટો ફાળો શિક્ષિત બેરોજગારોનો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2000માં આ શિક્ષિત બેરોજગારોની ભાગેદારી 54.2 ટકા હતી જે વર્ષ 2022માં વધીને 65.7 ટકા થઈ ગઈ છે.  22 વર્ષમાં આ આંકડો વધારે વધ્યો છે.! આ આંકડા હજુ પણ વધી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, શિક્ષિત લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે ઓછામાં ઓછા ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. મહત્વનું છે કે કામ શોધવાની દોડમાં સૌથી વધારે યુવાનો છે. કામ શોધી રહેલા લોકોમાં 83 ટકા યુવાનો છે. રિપોર્ટ અનુસાર જે રાજ્યોમાં બેરોજગારીનો દર ઊંચો છે તેની વાત કરીએ તો તેમાં ઓડિશા, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી રોજગારીના આંકડામાં બહુ સુધારો જોવા મળ્યો નથી. 



યુવાનોને નથી ટેક્નોલોજી વિશે જ્ઞાન!

અનેક કારણો બેરોજગારી પાછળ જવાબદાર હોઈ શકે છે જેમ કે યુવાનો ટેક્નોલોજી અંગે વધારે જાણકાર નથી.. ડિઝિટલ સ્કીલ્સ ના હોવાને કારણે પણ આ રેટ વધારે હોઈ શકે છે. અનેક લોકો પાસે સામાન્ય જાણકારી પણ નથી હોતી ટેક્નોલોજીની... જેને કારણે તેમને નોકરી નથી મળતી અને તે બેરોજગાર રહી જાય છે. મહત્વનું છે કે વધતી બેરોજગારી એક સમસ્યા છે પરંતુ વધતા જતા શિક્ષિત બેરોજગાર વધારે મોટી સમસ્યા  છે...!  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.