ગુજરાતી ફિલ્મ નિર્માતાઓની મહત્વની મીટિંગ, રાજ્યમાં કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડની બ્રાન્ચ સ્થાપવા સરકાર સમક્ષ માગ


  • Published By :
  • Published Date : 2023-12-17 19:41:56

ગુજરાતમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની એક શાખા શરૂ કરવા માટેની માગ ઉઠી છે. આજે ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા નિર્માતાઓની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં ફિલ્મ નિર્માતાઓ અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રે સંકળાયેલી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. ગુજરાતી ફિલ્મોનું સ્તર સુધરી રહ્યું અને વાર્ષિક દરમિયાન બનતી ફિલ્મોની સંખ્યા પણ ખુબ વધી છે ત્યારે ગુજરાતી ફિલ્મો સહિત, રાજસ્થાની ફિલ્મો, કચ્છી અને સિંધી ભાષામાં બનતી ફિલ્મોને અત્યારે સેન્સર કરાવવા મુંબઈ ધક્કા કરવા પડતા‌‌ હોય છે જેમાં સમય અને નાણાનો પણ ખુબ બગાડ થતો હોય છે. આ બેઠકમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગુજરાતી ફિલ્મના નિર્માતાઓએ મુદ્દે હકારાત્મક ચર્ચા કરી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ એક પત્ર લખ્યો છે. 


ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની શાખા ખોલવાની માગ કેમ?


ગુજરાતમાં વર્ષે દરમિયાન અંદાજીત 65 થી 70 ફિલ્મો બને છે. ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખી એક સ્થાનિક કમીટી સાથે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની એક શાખા જો અમદાવાદ કે ગાંધીનગરમાં કરવામાં આવે તો ગુજરાત અને રાજસ્થાનના અનેક નિર્માતાઓનો સમય અને ખર્ચ મોટા પ્રમાણમાં બચી શકશે. આ મુદ્દે તમામ નિર્માતાઓની સહી સાથેનો એક પત્ર તૈયાર કરી મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્થળ પર જ પત્ર તૈયાર કરી તમામ નિર્માતાઓએ સહી કરી હતી. આ સાથે જ ગુજરાતી ફિલ્મ વિકાસ નિગમની પણ પુન: સ્થાપના થાય તે માટે ગુજરાત સરકાર ને પણ વિનંતી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે