ઈમરાન ખાનને ઈસ્લામાબાદ જતા રોકવામાં આવ્યા, પોલીસ ઘરનો દરવાજો તોડીને ઘુસી, કાર્યકરો સાથે લોહિયાળ ઘર્ષણ


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-03-18 17:04:22

પાકિસ્તાનમાં તોશાખાના કેસના આરોપી ઈમરાન ખાનને ફરતો ગાળિયો વધુ મજબુતાઈથી કસાયો છે. તેઓ આજે ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા, પરંતુ કોર્ટમાં જતા પહેલા તેમના કાફલાને ઈસ્લામાબાદ ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યો છે. ઈમરાન ખાન જ્યારે ઇસ્લામાબાદ જવા રવાના થયા, ત્યારે પોલીસ લાહોર સ્થિત તેમના ઘરનો દરવાજો તોડીને પણ તેમના મકાનમાં પહોંચી છે. આ દરમિયાન પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.


20 કાર્યકરોની ધરપકડ


પોલીસે ઈમરાન ખાનના ઘરમાં ઘુસી ત્યારે માહોલ ગરમાયો હતો. ઈમરાન ખાનની પાર્ટી તહરીકે ઈન્સાફ પાર્ટી (PTI)ના કાર્યકરોએ પોલીસનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં પણ મોટી સંખ્યામાં પોલીસ ઈમરાન ખાનના ઘરમાં ઘુસી ગઈ છે. ઈમરાન ખાનની ઘર પરથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું પણ કોઈ ઘાયલ થયું નથી. ઈમરાનના ઘરની નજીક જ પોલીસે અસ્થાઈ કેમ્પ બનાવ્યો છે.ભારે ધમાલ અને કોલાહલને અંતે પોલીસે 20થી વધુ PTI કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. 


માર્ગો કન્ટેનરથી બંધ કરાયા


લાહોરમાં જમાલ પાર્ક વિસ્તાર તરફ જતા ઘણા રસ્તાઓ કન્ટેનરથી બંધ કરી દેવામાં આવ્યા છે અને વાહનો અને રાહદારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પીટીઆઈ કાર્યકરો, કેટલાક લાકડીઓ સાથે, નિવાસસ્થાન નજીક કેનાલ રોડ પર એકઠા થયા છે. આ કાર્યકરોએ પોલીસ પર હુમલા કરતા સ્થિતી વણસી છે.



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.