21મી સદીમાં નવું ખનીજ તેલ એટલે : ડેટા


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-06 16:05:13

આજે આપણું જીવન સોશ્યિલ મીડિયા સાથે ખુબ જ જોડાઈ ગયું છે. આપણા મોબાઈલની ઘણીબધી એપ્સ જેમ કે , વહાર્ટસપ , ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , ટેલિગ્રામ , સિગ્નલ , પ્લેટફોર્મ X સંદેશાવ્યવ્હારનો અભિન્ન અંગ બની ચુક્યા છે. માટે આ આધુનિક યુગમાં આપણી ચેટ્સની ગોપનીયતા ખુબ મહત્વની બનતી જાય છે. તો આજે આપણે જાણીશું કે કઈ રીતે આપણી ચેટ્સની સુરક્ષા કરી શકીએ છીએ . હાલના સમયમાં તમારી ચેટ્સનું મહત્વ વધી ગયું છે. હમણાં થોડાક સમય પેહલા યુએસના સુરક્ષા અધિકારીઓની સિગ્નલ એપ પરની ચેટ લીક થઈ ગઈ જે હુથી બાળવાખરો પર સ્ટ્રાઇક સંદર્ભે હતી . જેના ઘટસ્ફોટ પછી યુએસમાં ભારે હોબાળો મચી ગયો હતો . આ ચેટ લીક કઈ પેહલીવાર નહોતું . ૨૦૨૨માં જર્મનીના એક રાજકીય પક્ષ એએફડીની ચેટ લીક થઈ ગઈ જેમાં તેઓ જર્મનીના પૂર્વ ચાંસેલર એનજેલેના મર્કેલને જેલમાં મોકલવાનું આયોજન કરવાના હતા.  સામાન્ય રીતે સરકારો કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન કરવા માટે એન્ક્રિપ્ટેડ સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરતી હોય છે. 

No More Phone Number Swaps: Signal Messaging App Now Testing Usernames |  PCMag

તો પોતાની ચેટ્સને લીક થતી બચાવવા માટે આપણે શું કરી શકીએ પહેલું કોઈ પણ સોશ્યિલ મીડિયા પેલ્ટફોર્મમાં તમારે એ વસ્તુની ચોક્કસ જાણકારી લેવી જોઈએ કે તમે ક્યા ક્યા ગ્રુપમાં એડ છો અને આ ગ્રુપમાં ક્યા ક્યા લોકો છે.  એવા સોશ્યિલ મીડિયા એપનો વધારો ઉપયોગ કરો કે જે એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન ઇન્સયોર કરે. એટલેકે , તમે જેને મેસેજ મોકલ્યો છે તે મેસેજ માત્ર તે જ વ્યક્તિને વંચાય કોઈ ત્રીજો વ્યક્તિ કે તે એપ પણ આ મેસેજ ના વાંચે .  જેમ કે , સિગ્નલ એપ અને વ્હોટ્સએપ હંમેશા એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશનનો ઉપયોગ કરે છે.  વાત કરીએ ફેસબુક મેસેન્જરની તો તેમાં મેન્યુઅલ એન્ક્રીપશન આપણે ઓન કરવું પડે છે. જોકે અહીં એક મહત્વની વાત એ છે કે , ટેલિગ્રામ એપમાં ગ્રુપ ચેટ્સ સંપૂર્ણ રીતે એન્ક્રિપ્ટેડ નથી હોતા. તેનો અર્થ એ થાય કે , ટેલિગ્રામ કંપની તેને એક્સેસ કરી શકે છે.  હવે આપણે જાણીએ કે તમારા ફોનની ચેટ્સમાં કોને કોને વધુ રસ હોઈ શકે છે .  જો તમારા ફોનમાં કોઈ પણ મેસેજિંગ એપમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન કામ નથી કરતુ તો હેકર્સ તેનો ફાયદો ઉઠાવી શકે છે. સાથે જ તમારા ફોનનું સોફ્ટવેર હંમેશા અપડેટેડ રાખો . જેનાથી કોઈ પણ બગ એટલેકે ખામી હોય તો તે દૂર થઇ જાય . 

13 Types of Hackers You Should Be Aware Of | TechFunnel

વાત કરીએ આપણા ભારતની તો આપણા ત્યાં કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ પણ એપ પાસેથી તમારી ચેટ મેળવી શકે છે પરંતુ ઘણી વાર વિવિધ દેશોની સરકારો આનો દુરુપયોગ પણ કરે છે.  જેમ કે , ૨૦૨૩માં એવા સમાચાર બહાર આવ્યા હતા કે , ઇઝરાયલની કંપની NSO એ વિશ્વભરના રાજકારણીઓ અને પત્રકારોના ફોનમાં પેગાસસ નામનો સ્પાઈવેર ઇન્સ્ટોલ કરીને જાસૂસી કર્યાના આરોપો લાગ્યા હતા . એટલુંજ નહિ NSO એ સ્પાઈવેર બીજી સરકારોને પણ વહેંચ્યું હતું . 

Everything You Need to Know about the Pegasus Spyware | CloudSEK

એટલે એક વસ્તુ ચોક્કસ છે કે , ડેટા હવે આ ૨૧મી સદીનું નવું ખનીજ તેલ છે જે સરકાર કે કંપની પાસે જેટલો વધારે ડેટા એટલુંજ તે કંપની કે સરકાર શક્તિશાળી કહેવાય છે. માટે ભારત સરકાર વિવિધ આંતરરાષ્ટ્રીય સોશ્યિલ મીડિયા કંપનીઓ માટે "ડેટા લોકલાઈઝેશનનો" આગ્રહ રાખે છે તેનાથી આપણો ડેટા આપણા દેશની સરહદમાં જ સુરક્ષિત બને.  તો ધ્યાન રાખો તમારા ડેટાનું.  



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.