રાજકોટના જસદણમાં હૉસ્ટેલમાં ગૃહપતિ અને આચર્યએ વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું


  • Published By : Admin
  • Published Date : 2025-03-31 21:16:06

અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે દિકરીનું બહુ જ ધ્યાન રાખજો, સ્કુલમાં, હૉસ્ટેલમાં, છાત્રાલયમાં રસ્તામાં, પાડોશીઓથી કેમ કે ક્યારે એની સાથે ખોટુ થઈ જાય એનો કોઈ ભરોસો નથી.. પણ હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

ધંધુકાના પચ્છમની ઘટનાના પડઘા હજુ કાનમાં ગુંજી રહ્યાં છે ત્યાં ફરી રાજકોટના જસદણમાં શર્મનાક ઘટના બની. જસદણના આંબરડીમાં આવેલી જીવનશાળા હૉસ્ટેલમાં ગૃહપિતા અને આચર્યએ સગીર વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. પાંચથી 6 સગીર વિદ્યાર્થીઓને 23 વર્ષનો ગૃહપતિ કિશન ગાંગળિયા એક જર્જરિત રુમમાં લઈ જાય.. 14 વર્ષિય સગીરને નગ્ન કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે. જબરદસ્તી પાન-મસાલા ખવડાવે.. ન ખાય તો ધમકી આપે. બે જેટલા વિદ્યાર્થીઓને ઉલટી પણ થઈ છતાંય માર મારીને પાન-મસાલા ખવડાવે અને પછી આ પ્રકારનું કૃત્ય કરે..ભોગ બનનાર વિદ્યાર્થીએ હૉસ્ટેલના આચાર્યને ફરિયાદ કરી તો કાર્યવાહી કરવાને બદલે આચર્ય પણ આ કુકર્મમાં જોડાય ગયો. પછી માનસિક ટોર્ચર અને શારિરીક દુષ્કૃત્ય સહન ન થતા ભોગ બનનારે પોતાના પરિવારને વાત કરી તો પરિવાર તો ચોંકી ઉઠ્યો. આખા કેસની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. હાલ તો પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીએ ઝડપી લેવાની કાર્યવાહી પણ શરુ કરાય છે. પણ વિચાર તો કરો જેના શિરે વિદ્યાર્થીઓની જવાબદારી છે એ ગૃહપિતા બાળકોને રાત્રે 10 વાગ્યે અલગ રુમમાં લઈ જાય.. એ આવા કૃત્ય માટે પાંચથી છ વિદ્યાર્થીઓને તો અલગ રુમમાં સુવડાવે છે.. જો વિદ્યાર્થીઓ ઈન્કાર કરે તો માર મારે.. જબરદસ્તી વ્યસન કરાવડાવે. શિસ્ત અને અનુશાસન બાળકોમાં આવે એટલે અથવા તો ઘરથી શાળા બહુ જ દુર હોય તો મજબુરીમાં માતા-પિતા બાળકોને હૉસ્ટેલમાં મુકતા હોય છે પણ આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગે. વાલીઓએ આચર્ય સાથે વાત કરી તો એમણે એવો જવાબ આપ્યો કે અમારા શાળામાં આવુ ચાલશે તમારે ભણવવા હોય તો ભણાવો બાકી લઈ જાવ.. યોગ્ય તપાસ થાય તેવી વાલીઓની માંગ છે.

રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકો અને બાળકીઓ સાથે આ પ્રકારના અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે.. ક્યારેક અમુક કિસ્સાઓમાં તો વાલીઓ હિંમત કરીને ફરિયાદ કરે ક્યારેક કોઈ રાજકીય દબાણ હોય તો ફરિયાદ કરવા છતાયં કશું ઉખાડી શકાતુ નથી. તો ક્યારેક વાલીઓ જ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે.

સમય બદલાયો છે એમ પરિવર્તનો આવ્યા છે અને આપણે એ પરિવર્તનોને સ્વીકાર્યા પણ છે. પણ એની સાથે આવેલા દુષણો પ્રત્યે આપણે બિલકુલ સજાગ નથી. એ દુષણો ક્યારેય સ્વીકાર્ય નથી... રોજરોજ વધતી ઘટનાઓ સવાલ કરે છે કે આ કેવો સમાજ છે જ્યાં આ પ્રકારની ઘટનાઓ રોજ સામે આવે છે છતાંય કોઈ વિરોધ નથી કરતું. કોઈ ફરિયાદ નથી કરતું. માત્ર સમાચાર વાંચીને ચિત્કાર નીકળે અને પછી સમી જાય. જો તમારી અંદર કશુંક બદલાય નહીં તો આ પરિસ્થિતિ પણ બદલાશે એની અપેક્ષા બહુ રાખી શકીએ નહીં. ફરક પડવો જોઈએ. કોઈની સાથે થયું છે ત્યાં જાત મુકીને જોવી પડે તો જ દુષણોને ડામી શકાય અને બીજા નિર્દોષોને બચાવી શકાય. આપણે ક્યાં રસ્તે જવું છે એ નક્કી આપણે કરવાનું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે