રાજકોટના ખુબ ચર્ચિત અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.
રાજકોટના અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા ના મંજુર કરવામાં આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાની અમિત ખૂંટ કેસમાં મુશ્કેલીઓ વધી શકે છે. અનિરુદ્ધસિંહ જાડેજા પર અમિત ખૂંટ કેસમાં અગાઉથી જ તપાસ ચાલુ છે. રાજદીપસિંહ જાડેજાએ પોતાની ધરપકડ ટાળવા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે તે ફગાવી દીધા છે. આમ હવે રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. વાત કરીએ , રાજકોટના ખુબ ચર્ચિત અમિત ખૂંટ કેસની તો રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ 3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં જીવન ટૂંકાવ્યું હતું . ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.' મૃતક અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાનાં ક્ષત્રિય આગેવાન અનિરૂદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
વાત અનિરુદ્ધસિંહ જાડેજાની તો EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં તેમની સજામાફી રદ કરવામાં આવી હતી. તેમણે આ કેસમાં સરેન્ડર કરવું પડ્યું હતું આ પછી અમિત ખૂંટ કેસમાં પોલીસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હવે તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે.