ઈરાનના હુમલામાં એક ભારતીયનું મૃત્યુ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-06-03 21:15:47

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે. 

Kuwait International Airport suffered significant damage overnight after an  Iranian drone and missile attack targeted the country's main aviation hub  amid escalating tensions in the Gulf region. According to Kuwaiti  authorities, multiple

અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર જાણકારી આપવામાં આવી છે કે , સ્ટ્રેટ ઓફ હોર્મુઝના નાકે આવેલા કેશમ આઇલેન્ડ પર અમેરિકા દ્વારા ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ પછી ઈરાન ઝૂક્યું નથી તેણે પણ આ હુમલાનો વળતો જવાબ આપ્યો છે.  ઈરાને કુવૈતમાં અમેરિકાનું લશ્કરી થાણું આવેલું છે તેની પર હુમલો કરવામાં આવ્યો છે. કુવૈતની સેના દ્વારા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે, " કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમ સતત દુશ્મનોની મિસાઇલો અને ડ્રોનને તોડી રહ્યું છે. અમે અપીલ કરીએ છીએ કે , જો તમને સાયરન અથવા વિસ્ફોટના અવાજ સંભળાય તો ગભરાતા નહિ. આ આપણી તરફનું એક્શન છે. મહેરબાની કરીને સુરક્ષાના નિયમોનું પાલન કરો." હવે કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનના હુમલામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જેનાથી કુવૈતમાં ખળભળાટ મચી ગયો છે. 


ઈરાનના સરકારી મીડિયા IRIB ( ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ) દ્વારા પોસ્ટ કરીને જાણકારી આપવામાં આવી છે કે , " અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ , પર્શિયન ગલ્ફ , કેશમ આઇલેન્ડ પર આવેલા ઈરાનના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે . આ પછી કુવૈત પર હુમલો કરવામાં આવ્યો છે. "  બીજી તરફ બહેરીનના ગૃહ મંત્રાલય દ્વારા પણ પ્લેટોફોર્મ એક્સ પર જાણકારી આપવામાં આવી છે કે, મિસાઇલો ઇન્ટરસેપત કરવા માટે સાઇરન એક્ટિવ કરવામાં આવ્યા છે. દેશના નાગરિકોએ આ સમયમાં ધીરજ અને શાંતિ જાળવવી ખુબ જરૂરી છે. ઈરાને બહેરીનમાં અમેરિકાની નૌકા સેનાનું ફિફ્થ ફ્લીટનું જે વડું મથક આવેલું છે તેની પર હુમલો કરવામાં આવ્યો છે. જોકે બહેરીન પર અટેક કરવાના ઈરાનના દાવાને અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે નકારી દીધું છે.  હવે આપણે જાણીએ કે , ઈરાન અને અમેરિકા વચ્ચેની પીસ ડીલ ક્યાં સુધી પહોંચી છે તો , બંને દેશો વચ્ચે કરારોને લઇને એગ્રીમેન્ટ તૈયાર થઇ ગયા છે પરંતુ , બને દેશોના હાઇકમાન્ડ તરફથી મંજૂરી મળવાની બાકી છે. એગ્રીમેન્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે , હવે ૬૦ દિવસ સુધી સીઝફાયરને વધારવામાં આવશે. આ ઉપરાંત હોર્મુઝ પણ ખુલી જશે. પરંતુ હજુ સુધી કોઈપણ કરારો પર હસ્તાક્ષર નથી થયા. ઈરાનનું વલણ સાફ છે કે ,અમેરિકાની મનમાની અને એકતરફી શરતો આગળ ઝુકવામાં નઈ આવે




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે